યુનિવર્સીટીનું તંત્ર હરકતમાં,કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી સૂચના અપાઈ
વીટકોસના કર્મચારીઓએ ફાયર લાઇનની મદદ વડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો



( પ્રતિનિધિ )વડોદરા,તા.10
એમ.એસ.યુનિવર્સિટીમસ કચરાનું યોગ્ય નિકાલ કરવાને બદલે તેને જાહેરમાં સળગાવાની વૃત્તિના કારણે પર્યાવરણ અને માનવજીવન બંને જોખમમાં મુકાયા હતા. જોકે વીટકોસના કર્મચારીઓએ તત્કાલ ફાયર લાઇનની મદદ વડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જ્યારે, આ ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે અને બેદરકાર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવા સાથે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશો અને સફાઈ કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારીના કારણે એક્સપરિમેન્ટલ સ્કૂલ પાસે એક મોટી ઘટના ઘટતા રહી ગઈ હતી. કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને જાહેરમાં સળગાવવાની વૃત્તિને કારણે પર્યાવરણ અને માનવજીવન બંને જોખમમાં મુકાયું હતું. યુનિવર્સીટી માંથી એકત્ર કરાયેલા કચરાના ઢગલાને યોગ્ય નિકાલ કરવાને બદલે તેને સળગાવવામાં આવ્યો હતો અને પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં કેમ્પસમાં આવેલા બે વિશાળ વૃક્ષો પણ ચપેટમાં આવી ગયા હતા. આ ઘટના જ્યાં બની ત્યાં બિલકુલ નજીક વીજ કંપનીની ડીપી આવેલી છે. જો આગ વધુ પ્રસરી હોત તો ટ્રાન્સફોર્મરમાં પણ જોરદાર બ્લાસ્ટ થયો હોત, બાજુમાં આવેલી એક્સપરિમેન્ટલ સ્કૂલમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. જો આ ધડાકો થયો અથવા આગ સ્કૂલ સુધી પહોંચી હોત તો નિર્દોષ બાળકોને પણ જોખમ ઊભું થયું હોત. જોકે, વિટકોસના જાગૃત કામદારો સમય સૂચકતા વાપરીને ફાયર લાઈનનો ઉપયોગ કરી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા યુનિવર્સિટીના રજીસ્ટાર દ્વારા કોન્ટ્રાક્ટરને કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. ભવિષ્યમાં કેમ્પસમાં ક્યારેય પણ કચરો સળગાવવામાં નહીં આવે અને તેનો સાયન્ટિફિક રીતે નિકાલ થાય તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડોક્ટર કે.એમ.ચુડાસમાએ જણાવ્યું હતું કે અત્યારે પાનખરની ઋતુ હોય ત્યારે અમુક ખતરો પણ રહેતો હોય છે. જે ક્લિનિંગ એજન્સી છે તેને સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે કે રેગ્યુલર રોજિંદા કાર્યક્રમ પ્રમાણે જે પણ કચરા હોય ખાસ કરીને જે પાંદડા, સૂકા ડાળખા છે. જે ઝાડમાંથી જે પડતા હોય છે એને એકત્ર કરીને તેને કેમ્પસની બહાર જે ડમ્પિંગ સ્ટેશન છે. ત્યાં લઈ જવાનો છે. કોઈ કારણસર દિવસ દરમિયાન કરેલો કચરો એ ભેગો કરી રાખે અને સમયસર ડમ્પ ન કર્યો હોય ત્યારે, એવું ધ્યાને આવ્યું છે કે, શોર્ટકટમાં ડમ્પ કરવો ન પડે કદાચ કેમ્પસની અંદર બાળે એની ચુસ્તપણે ના છે. અગાઉ પણ આ વસ્તુ ધ્યાનમાં આવી હતી. ત્યારે સખત પગલાં લીધા હતા.. આ વખતે પણ કેમ્પસની અંદર ફરી વખત આ કચરો સળગાવ્યો, આગની સાથે સાથે ક્યારેક પવનનું ઝોકું આવે તો એ વધારે તેની જ ચપેટમાં આસપાસનો વિસ્તાર લઈ લેતો હોય છે. કારણ કે સૂકા પાંદડા અને ઝાડ આસપાસ હોય તો તેમાં આગ લાગી શકે છે. ફરી વખત એ જે એજન્સી છે. આજે એને યુનિવર્સિટીમાં બોલાવવામાં આવશે અને તેનો જવાબ લેવામાં આવશે કે કેમ્પસની અંદર ઉનાળો તો ઠીક છે પણ આગામી સમયમાં પણ કોઈ પણ જગ્યાએ કચરો બાળવાનો નહીં અને એ કચરો સમયસર જે ડમ્પિંગ સ્ટેશન છે, તેમાં કેમ્પસની બહાર લઈ જવામાં આવે અને ત્યાં જ એને નિકાલ કરવામાં આવે. જે કંઈ પણ એજન્સી છે, તેને નોટિસ પણ ફટકારવામાં આવશે. બે વસ્તુ છે કે એક તો વાતાવરણ છે પોલ્યુટ થાય, કેમ્પસની અંદર એનો પણ કોઈ ઓપ્શન નથી કે એ કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. એટલે કેમ્પસની અંદર કોઈ પણ કચરો બાળવાથી એન્વાયરમેન્ટ પોલ્સ થાય છે અને બીજું કે આગની ચપેટમાં આસપાસનો વિસ્તાર પણ આવી શકે. બીજા સૂકા પાંદડા કે ઝાડ એની અંદર આવી શકે તો એ પણ ચલાવી લેવામાં આવશે નહીં. એટલે એજન્સીને યુનિવર્સિટીમાં બોલાવવામાં આવશે અને નોટિસ પણ પાઠવવામાં આવશે.