ગાંધીનગર, તા. 9
રાજ્યમાં દારૂના ગેરકાયદેસર સેવન સામે પોલીસએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને વડોદરા જિલ્લામાં વગર પરમીટે દારૂનું સેવન કરનારાઓ સામે કુલ 32,465 કેસ નોંધાયા છે.
સરકારી દ્વાર રજુ કરાયેલી માહિતી મુજબ વડોદરા જિલ્લામાં 15,154 લોકો સામે કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં 17,311 લોકો સામે દારૂના સેવન બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યાં વારંવાર દારૂના નશામાં લોકો પકડાય છે તે વિસ્તારોમાં પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ અને પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવવામાં આવે છે.
દારૂના ગેરકાયદેસર ધંધામાં વારંવાર સંડોવાયેલા લોકોને ‘લિસ્ટેડ બૂટલેગર’ તરીકે જાહેર કરીને સમયાંતરે રેઇડ પણ કરવામાં આવે છે. જો આવા લોકો ફરીથી આ પ્રવૃત્તિ કરતા પકડાય તો તેમની સામે પ્રોહિબિશન કલમ-93, તડીપાર અને PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. દારૂ પૂરો પાડનાર અથવા બનાવનારાઓ સામે પણ અલગથી પ્રોહિબિશનના ગુનાઓ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.