જયપુર દુનિયાનો સૌથી મેજિકલ શહેર” અમેરિકન ડિઝાઇનરે કરી ₹54 લાખની શોપિંગ
ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું ઐતિહાસિક શહેર Jaipur ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવ્યું છે. અમેરિકાની એક જ્વેલરી ડિઝાઇનરે અહીં 10 દિવસના પ્રવાસ દરમિયાન લગભગ ₹54 લાખથી વધુ ખર્ચ કર્યો હોવાનું ખુલાસો કરતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
અમેરિકાની ડિઝાઇનર Katie Diamondએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તે પોતાના જ્વેલરી બ્રાન્ડ માટે કિંમતી રત્નો, સોનું-ચાંદી અને કપડાં ખરીદવા માટે ભારત આવે છે. વધુ માં તેણે ઉમેર્જયું કે જયપુર જ્વેલરી પ્રેમીઓ માટે દુનિયાના સૌથી જાદુઈ શહેરોમાંનું એક છે. અહીંનો દરેક પ્રવાસ તેને નવી ડિઝાઇન અને નવી કલેક્શન માટે પ્રેરણા આપે છે.
પ્રવાસમાં ક્યાં કેટલો ખર્ચ થયો?
કેટીએ પોતાના વિડિયોમાં સમગ્ર ખર્ચનો વિગતવાર હિસાબ પણ આપ્યો.
ફ્લાઈટ (New York થી Jaipur) – લગભગ ₹5.5 લાખ
રહેઠાણ , ટ્રાન્સપોર્ટ અને ખાવા-પીવાનું – લગભગ ₹3 લાખ
રત્નો, સોનું, ચાંદી અને કપડાં ખરીદી – લગભગ ₹45 લાખ
આ રીતે કુલ મળીને 10 દિવસના પ્રવાસમાં લગભગ $59,250 એટલે કે ₹54 લાખથી વધુ ખર્ચ થયો હોવાનું તેણે જણાવ્યું.“જયપુર સસ્તું છે… પરંતુ ખરીદી શરૂ કરો ત્યારે ખર્ચ વધી જાય”
કેટીએ પોસ્ટમાં લખ્યું કે જયપુરમાં રહેવું અને ફરવું તો આશ્ચર્યજનક રીતે સસ્તું છે, પરંતુ જ્યારે રત્નો અને કપડાં ખરીદવાનું શરૂ કરો ત્યારે ખર્ચ ઝડપથી વધી જાય છે. વધુમાં તેણે કહ્યું કે નાના બિઝનેસ ચલાવવું એટલે વારંવાર પોતાને પર વિશ્વાસ રાખીને રોકાણ કરવું. ક્યારેક તે ડરાવનારું લાગે છે, પરંતુ આગળ વધવા માટે તે જરૂરી છે.
સોશિયલ મીડિયા પર શું પ્રતિક્રિયા?
કેટીના વિડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે અનેક પ્રતિભાવ આપ્યા.કેટલાક લોકોએ તેને શુભેચ્છા પાઠવી, તો કેટલાકે જણાવ્યું કે તેઓ જયપુરમાં સ્થાનિક સ્તરે રત્નો અને ટેક્સટાઇલ સોર્સિંગમાં મદદ કરી શકે છે.
અમેરિકામાં પોતાની જ્વેલરી દુકાન
માહિતી અનુસાર, Katie Diamond અમેરિકાના Ridgewood, New Jersey શહેરમાં Katie Diamond Store નામની જ્વેલરી શોપ ચલાવે છે, જ્યાં કસ્ટમ ડિઝાઇન સહિત વિવિધ પ્રકારના જ્વેલરી પીસિસ વેચવામાં આવે છે. આ વિડિયો વાયરલ થતાં ફરી એકવાર સાબિત થયું કે Jaipur વિશ્વભરના ડિઝાઇનર્સ માટે રત્નો અને જ્વેલરીનો મહત્વપૂર્ણ હબ છે.