મિડલ ઈસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સોમવારે સવારથી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી છે. ઈરાનમાં નવા સુપ્રીમ લીડરની જાહેરાત બાદ રાજકીય હલચલ વધી છે, જ્યારે બીજી તરફ ઇઝરાયલ, લેબનોન, ઈરાક અને સાઉદી અરેબિયા સહિતના દેશોમાં સૈન્ય અને સુરક્ષા સંબંધિત ઘટનાઓ બની છે. આ પરિસ્થિતિને કારણે સમગ્ર ક્ષેત્રમાં ચિંતા વધી રહી છે અને તેનો પ્રભાવ આર્થિક બજારો સુધી પણ પહોંચ્યો છે. આજે સવારથી અત્યાર સુધી મિડલ ઇસ્ટમાં બનેલી ધટનાઓ
ઈરાનમાં નવા સુપ્રીમ લીડરના સમર્થનમાં દેશભરમાં સભાઓ
ઈરાનમાં લોકોને દેશભરમાં એકઠા થઈને નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનાઈ પ્રત્યે વફાદારીનો શપથ લેવા માટે અપીલ કરવામાં આવી છે.
- સૌથી મોટી સભા રાજધાની તેહરાનના એન્કેલાબ સ્ક્વેરમાં યોજાશે.
- ઇસ્લામિક પ્રોપેગેશન કોઓર્ડિનેશન કાઉન્સિલે જાહેરાત કરી છે કે સોમવારે બપોરે 3 વાગ્યે સમગ્ર દેશમાં એકસાથે સભાઓ યોજાશે.
- આ સભાઓમાં લોકો નવા નેતાના સમર્થનમાં શપથ લેશે અને સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરશે.
- મુજતબા ખામેનાઈને 88 સભ્યોની ઇમામોની કાઉન્સિલ દ્વારા ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
સાઉદી અરેબિયાની ઈરાનને કડક ચેતવણી
- સાઉદી અરેબિયાએ ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓની કડક નિંદા કરી છે.
- સાઉદી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે એરપોર્ટ અને ઓઇલ સેન્ટર્સ જેવા નાગરિક વિસ્તારો પર હુમલો કરવો આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે.
- સાઉદી અરેબિયાએ ઈરાનના આ આરોપને પણ નકારી દીધો કે સાઉદી જમીન પરથી યુદ્ધ માટે ફાઇટર જેટ્સ ઉડાન ભરી રહ્યા હતા.
- મંત્રાલયનું કહેવું છે કે આ વિમાનો ફક્ત સાઉદી અને ખાડી દેશોના આકાશની સુરક્ષા માટે પેટ્રોલિંગ કરી રહ્યા છે.
- સાઉદી અરેબિયાએ ચેતવણી આપી છે કે જો આ હુમલા ચાલુ રહેશે તો તણાવ વધુ વધશે અને અંતે ઈરાનને સૌથી મોટું નુકસાન થશે.
મિડલ ઈસ્ટ તણાવનો આર્થિક અસર: પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં ભારે ઘટાડો
- મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર આર્થિક બજારો પર પણ જોવા મળી છે.
- સપ્તાહની શરૂઆતમાં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં ભારે ઘટાડો નોંધાયો.
- શરૂઆતના કારોબારમાં બજાર 9,000થી વધુ પોઈન્ટ તૂટ્યું.
- બેન્ચમાર્ક ઇન્ડેક્સ 9,780 પોઈન્ટ ઘટીને 147,715.95 સુધી આવી ગયો.
- બજારમાં 5 ટકા ઘટાડો થતા ટ્રેડિંગ 45 મિનિટ માટે રોકી દેવામાં આવ્યું.
- વિશ્લેષકો મુજબ યુદ્ધ અને રાજકીય અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો.
કતારમાં ફેક ન્યૂઝ મામલે 313 લોકોની ધરપકડ
- કતરમાં પોલીસે 313 લોકોની ધરપકડ કરી છે.
- આ લોકો પર સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝના વીડિયો બનાવીને પોસ્ટ કરવાનો આરોપ છે.
- ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા લોકો વિવિધ દેશોના નાગરિકો છે.
- સરકારનું કહેવું છે કે સંકટની સ્થિતિમાં ખોટી માહિતી ફેલાવવાથી અશાંતિ વધી શકે છે, તેથી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સાઉદી અરેબિયાએ તેલ ક્ષેત્ર તરફ જતા ડ્રોનને તોડી પાડ્યો
- સાઉદી અરેબિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ એક ડ્રોનને નષ્ટ કર્યો.
- આ ડ્રોન શાયબાહ તેલ ક્ષેત્ર તરફ જઈ રહ્યો હતો.
- સમયસર તેને તોડી પાડવામાં આવતા તેલ ક્ષેત્રને કોઈ નુકસાન થયું નથી.
- અધિકારીઓના જણાવ્યા મુજબ દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલી સતત હવાઈ જોખમો પર નજર રાખી રહી છે.
- મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાએ તેલ સ્થાપનાઓ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારી છે.
લેબનોનમાં વ્હાઇટ ફોસ્ફરસના ઉપયોગનો આરોપ
- માનવાધિકાર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે ઇઝરાયલે દક્ષિણ લેબનોનના રહેણાંક વિસ્તારોમાં વ્હાઇટ ફોસ્ફરસનો ઉપયોગ કર્યો હતો.
- 3 માર્ચે યોહમોર વિસ્તારમાં છોડાયેલા ગોળાઓથી ઓછામાં ઓછા બે ઘરોમાં આગ લાગી હોવાનું જણાવાયું છે.
- વ્હાઇટ ફોસ્ફરસ ખૂબ જ જોખમી રસાયણ છે જે હવાના સંપર્કમાં આવતાં જ સળગવા લાગે છે.
- આ રસાયણ માનવ શરીર પર ગંભીર બળતરા પેદા કરી શકે છે અને તેનો ધુમાડો શ્વાસ દ્વારા ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે.
- રહેણાંક વિસ્તારોમાં તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ અત્યંત વિવાદાસ્પદ માનવામાં આવે છે.
ઇરાકના એરબિલ એરપોર્ટ નજીક ડ્રોન હુમલો નિષ્ફળ
- ઇરાકના એરબિલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એક ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ થયો.
- એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યો.
- એરબિલ એરપોર્ટ પર અમેરિકી સેનાની હાજરી પણ છે.
- બગદાદમાં પણ રાત્રિના સમયે અનેક ડ્રોન હુમલાના પ્રયાસોની માહિતી મળી છે.
- સુરક્ષા દળોએ એરપોર્ટ નજીકના અનેક ડ્રોનને હવામાં જ નષ્ટ કર્યા.
લેબનોનના બે શહેરો પર ઇઝરાયલનો હુમલો
- લેબનોનના દક્ષિણ વિસ્તારમાં આવેલા તૈર અલ-દબ્બા શહેર પર ઇઝરાયલે હુમલો કર્યો.
- આ હુમલામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા અને 15 લોકો ઘાયલ થયા.
- થોડા કલાકો પહેલા નજીકના જુઇયા શહેર પર પણ હુમલો થયો હતો.
- ત્યાં પણ 3 લોકોના મોત અને 16 લોકો ઘાયલ થયાની માહિતી મળી છે.
- આ હુમલાઓ બાદ લેબનોન વિસ્તારમાં તણાવ વધુ વધ્યો છે.