Vadodara

વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનાત્મક નિયુક્તિઓ જાહેર

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને જિલ્લા પ્રમુખ ડૉ. બી. જે. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ નવી ટીમની રચના
: યુવા, મહિલા, કિસાન સહિત વિવિધ મોરચામાં નવા પ્રમુખ અને મહામંત્રીઓની નિમણૂક
: આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનને વધુ મજબૂત બનાવવા જવાબદારીઓ વહેંચાઈ
વડોદરા:
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન તેમજ વડોદરા જિલ્લા પ્રમુખ ડૉ. બી. જે. બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ વડોદરા જિલ્લામાં સંગઠનાત્મક નિયુક્તિઓ જાહેર કરવામાં આવી છે. પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને મોરચાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

જાહેર કરાયેલી યાદી અનુસાર જિલ્લા સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિત વિવિધ હોદ્દાઓ પર કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ઉપપ્રમુખ તરીકે **મહેશભાઈ ત્રિવેણલાલ પટેલ (ડભોઇનગર), ગોપાલભાઈ લક્ષ્મણભાઈ દેવારી (વડોદરા), યોગપાલસિંહ ઉપેન્દ્રસિંહ ગોહેલ (વડોદરા), જગદીશભાઈ ભગવંતભાઈ પટેલ (સાવલી), નટવરભાઈ પરશોતમભાઈ રોહિત (વડોદરા), જશેશભાઈ ભીખાભાઈ વસાવા (શિનોર), ઉપલભાઈ નવીનભાઈ ગેડવી (વાઘોડિયા) અને ઇલાબેન શશિકુમાર વ્યાસ (દેસર)**ની નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લા મહામંત્રી તરીકે **યોગેશભાઈ પુષ્પવદન અધ્યારૂ (પાદરા નગર), જયદીપસિંહ વિજયસિંહ ચૌહાણ (કરજણ) અને વિવેકકુમાર નરેન્દ્રકુમાર પટેલ (વડોદરા)**ને જવાબદારી સોંપવામાં આવી છે.
જિલ્લા મંત્રી તરીકે **હિતેનભાઈ રણછોડભાઈ પટેલ (ડભોઇ), શૈલેષસિંહ જશુભાઈ પરમાર (પાદરા), અશોકભાઈ દલપતભાઈ ગાંભરી (સાવલી), દક્ષાબેન ઉત્તમભાઈ ઠક્કર (વડોદરા), જયેશભાઈ નટવરદાસ પરમાર (કરજણ), પ્રિયંકાબેન તુલશીરામ પંચાલ (પાટણનગર), ફૂલાભાઈ નિરંજનભાઈ જોશી (વાઘોડિયા) અને મેઘાબેન બ્રજેશભાઈ પાઠક (સાવલીનગર)**ની નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લા કોષાધ્યક્ષ તરીકે **સતીશભાઈ ગોપાલદાસ પટેલ (શિનોર)**ને જવાબદારી આપવામાં આવી છે. જ્યારે **કાર્યાલય મંત્રી તરીકે રાજેશભાઈ વિષ્ણુપ્રસાદ જોષી (વડોદરા), આઈ.ટી. ઇન્ચાર્જ તરીકે ધર્મેશભાઈ ચંદ્રકાંત પંચોલી (ડભોઇ), સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે સોહમ અર્વિન્દભાઈ ભટ્ટ (કરજણનગર) અને મીડિયા ઇન્ચાર્જ તરીકે પિનાકીન દિનેશચંદ્ર શાહ (સાવલી)**ની નિમણૂક કરવામાં આવી છે.
તે ઉપરાંત યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા, બક્ષીપંચ (ઓબીસી) મોરચા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મોરચામાં પણ પ્રમુખ અને મહામંત્રીઓની નિયુક્તિઓ જાહેર કરવામાં આવી છે.
પાર્ટી સૂત્રો મુજબ આ નિયુક્તિઓ દ્વારા વડોદરા જિલ્લામાં સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

Most Popular

To Top