Vadodara

શાલિની અગ્રવાલ વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર

રાજ્યની મહાનગરપાલિકાઓમાં વહીવટી ફેરફાર
વડોદરા મનપાનો ચાર્જ શાલિની અગ્રવાલને, સુરત મનપાની જવાબદારી મિલિંદ તોરવણેને

વડોદરા: રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓમાં વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર હેઠળ કેટલાક વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
રાજ્યના અગ્ર સચિવ મુકેશ કુમારને અમદાવાદ મહાનગરપાલિકામાં મુકવામાં આવ્યા છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર તરીકે શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે વડોદરા મનપાના વહીવટમાં નવા નિર્ણયો અને કામગીરીને વધુ ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તે ઉપરાંત સુરત મહાનગરપાલિકાની જવાબદારી અગ્ર સચિવ મિલિંદ તોરવણેને સોંપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારોને વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે અને વિવિધ મહાનગરપાલિકાઓમાં કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આ બદલાવ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

શાલિની અગ્રવાલ આ પહેલા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર રહી ચૂક્યા હોવાથી અહીંના વહીવટથી સુપેરે પરિચિત છે.

Most Popular

To Top