Trending

‘ધુરંધર 2’માં ફરી દેખાશે રહમાન ડકૈત? ટ્રેલર બાદ Akshaye Khannaની વાપસી પર ચર્ચા ગરમ

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ Dhurandhar 2: The Revengeનો ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટ્રેલરમાં પાવરફુલ એક્શન અને ઇન્ટેન્સ સ્ટોરીલાઈન જોવા મળતાં ફેન્સમાં ઉત્સાહ વધ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે એક મોટો સવાલ ચર્ચામાં છે ,શું રહમાન ડકૈત તરીકે Akshaye Khanna ફરી ફિલ્મમાં જોવા મળશે?

પહેલી ફિલ્મ Dhurandharમાં Ranveer Singhનો પાત્ર હમઝા અલી મઝારી એક ખતરનાક યોજના બનાવીને રહમાન ડકૈતને ખતમ કરે છે. આ પ્લાનમાં પોલીસ અધિકારી એસપી અસલમ ચૌધરી, જેનું પાત્ર Sanjay Duttએ નિભાવ્યું છે, તેની પણ મહત્વની ભૂમિકા હતી. ફિલ્મના ક્લાઈમેક્સમાં રહમાનના મૃત્યુ સાથે જ હમઝાની શક્તિ વધે છે તે લિયારી વિસ્તારમાં પોતાનું દબદબું ઉભું કરે છે.

આ કારણે માનવામાં આવે છે કે બીજી ફિલ્મમાં રહમાન ડકૈત નવા સીનમાં દેખાવાની શક્યતા ઓછી છે. છતાં પણ ચર્ચા છે કે Akshaye Khanna ફ્લેશબેક સિક્વન્સમાં જોવા મળી શકે. ફિલ્મના મેકર્સે સોશિયલ મીડિયા પર શેર કરેલા કેટલાક પોસ્ટ્સમાં અક્ષયે ખન્નાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલને ટેગ કરવામાં આવ્યું છે, જેના કારણે ફેન્સમાં આ અટકળો વધુ તેજ બની ગઈ છે. હાલાંકે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ટ્રેલરમાં Ranveer Singh બે અલગ અવતારમાં જોવા મળે છે , હમઝા અલી મઝારી. ફિલ્મમાં તેની ઓળખ પાછળનો રહસ્ય વધુ ઊંડાઈથી બતાવવામાં આવશે. ફેન્સ લાંબા સમયથી કેટલાક પ્રશ્નો પૂછતા રહ્યા છે ,જસકીરત કેવી રીતે હમઝા બન્યો? શેર-એ-બલોચ કોણ છે? અને મિશન ધુરંધરનો આગળનો તબક્કો શું હશે?

ફિલ્મમાં R. Madhavanનું પાત્ર અજય સાન્યાલ વધુ મહત્વપૂર્ણ બનવાનું છે. કહેવામાં આવે છે કે તે જસકીરતને જાસૂસી ટેક્નિક્સ અને કોમ્બેટ ટ્રેનિંગ આપતો જોવા મળશે. બીજી તરફ રહમાનના મોત બાદ કરાચીમાં ઉભી થયેલી શક્તિની ખાલી જગ્યા નવા ગેંગવોરને જન્મ આપી શકે છે.

હવે ફેન્સને રાહ છે કે શું ખરેખર Akshaye Khanna ફરી સ્ક્રીન પર રહમાન ડકૈત તરીકે દેખાશે કે નહીં. તેનો જવાબ ફિલ્મ રિલીઝ પછી જ મળશે.

Most Popular

To Top