Gujarat

ગુજરાતમાં ૩૭ આઈપીએસ અધિકારીઓની એકસાથે બદલી

નિર્લિપ્ત રાય બન્યા રાજકોટ રેન્જના ઉપ પોલીસ મહાનિરીક્ષક

ગાંધીનગર,તા.6

રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં લાંબા સમયથી અપેક્ષિત મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ ૩૭ આઈપીએસ અધિકારીઓની એકસાથે બદલી કરીને વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નવી નિમણૂક કરવામાં આવી છે. આ બદલાવમાં કેટલાક હોદ્દાઓને અપગ્રેડ તથા ડાઉનગ્રેડ પણ કરવામાં આવ્યા છે.

આ બદલીઓ અંતર્ગત નિર્લિપ્ત રાયને રાજ્ય મોનીટરિંગ સેલમાંથી બદલીને રાજકોટ રેન્જના ઉપ પોલીસ મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જનું આ પદ અગાઉ અશોકકુમારની બદલી પછી ખાલી પડ્યું હતું, જેને હવે ડાઉનગ્રેડ કરીને નિર્લિપ્ત રાયને સોંપવામાં આવ્યું છે. અશોકકુમારને હવે ગુપ્તચર વિભાગના પોલીસ મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

લાંબા સમયથી કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પરથી પરત આવીને પોસ્ટિંગની રાહ જોતા શમશેરસિંહને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને નાગરિક સુરક્ષા નિયામક અને હોમગાર્ડ્સના કમાન્ડન્ટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ બદલીઓમાં રાઘવેન્દ્ર વત્સ, જે સુરતમાં સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) તરીકે ફરજ બજાવતા હતા, તેમને હવે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સુરતમાં ફરજ બજાવતા વબાંગ ઝમિરને હાલ પોસ્ટિંગની રાહમાં રાખવામાં આવ્યા છે.

તે ઉપરાંત બલરામ મીના, જે રાજ્યપાલના એડીસી તરીકે કાર્યરત હતા, તેમને બદલી કરીને સુરત શહેર પોલીસના વધારાના પોલીસ કમિશનર (સેક્ટર-૧) તરીકે મુકવામાં આવ્યા છે.

આ ફેરફારમાં એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે રાજ્ય સરકારે બનાસકાંઠા માટે નવી પોલીસ રેન્જ રચી છે. આ નવી રચાયેલી રેન્જના પોલીસ મહાનિરીક્ષક તરીકે પરીક્ષિતા વી. રાઠોડને નિયુક્ત કરવામાં આવ્યા છે. વિસ્તારના દૃષ્ટિકોણથી બનાસકાંઠા રાજ્યમાં કચ્છ પછી બીજી સૌથી મોટી રેન્જ માનવામાં આવે છે.

સાથે સાથે કે.એન. ડામોરને સુરતમાંથી બદલી કરીને સીઆઈડી ક્રાઈમના પોલીસ મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે વહીવટી શાખામાં કાર્યરત ગગનદીપ ગાંભીરને રાજ્ય મોનીટરિંગ સેલનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

લાંબા સમયથી પોસ્ટિંગ વગર રાહ જોતા ઘણા અધિકારીઓને પણ આ બદલાવમાં તેમની યોગ્યતા મુજબ નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્યના પોલીસ તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ મોટા પાયે બદલી કરવામાં આવી હોવાનું ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
​ગુજરાત IPS અધિકારીઓની બદલીની મુખ્ય વિગતો

​રેન્જ અને વિભાગીય મુખ્ય નિયુક્તિઓ

  • ​શમશેર સિંહ: ડીજીપી, સિવિલ ડિફેન્સ.
  • ​નિર્લિપ્ત રાય: આઈજી, રાજકોટ રેન્જ.
  • ​રાઘવેન્દ્ર વત્સ: આઈજી, અમદાવાદ રેન્જ.
  • ​આર.વી. અસારી: આઈજી, ભાવનગર રેન્જ.
  • ​પરીક્ષિતા રાઠોડ: આઈજી, બનાસકાંઠા રેન્જ (નવી રચાયેલી રેન્જ).
  • ​વિધિ ચૌધરી: ડીઆઈજીપી, ગોધરા રેન્જ.
  • ​રાજેન્દ્રસિંહ ચુડાસમા: ડીઆઈજીપી, જૂનાગઢ (વધારાનો ચાર્જ: પ્રિન્સિપાલ, પોલીસ તાલીમ).
  • ​સ્ટેટ આઈબી અને સીઆઈડી (ક્રાઈમ/એસીબી)
  • ​અશોક કુમાર: સ્ટેટ આઈબી.
  • ​એન.એન. ચૌધરી: સ્ટેટ આઈબી.
  • ​હિતેશ જોઈશર: સ્ટેટ આઈબી.
  • ​ગૌતમકુમાર પરમાર: આઈજી, સીઆઈડી ક્રાઈમ.
  • ​કે.એન. ડામોર: સીઆઈડી ક્રાઈમ.
  • ​પી.એલ. મલ: એડિશનલ ડાયરેક્ટર, એસીબી (ACB).
  • ​દીપકકુમાર મેઘાણી: જોઇન્ટ ડાયરેક્ટર, એસીબી (ACB).
  • ​અમદાવાદ શહેરની નિયુક્તિઓ
  • ​એ.જી. ચૌહાણ: સંયુક્ત પોલીસ કમિશનર, ટ્રાફિક.
  • ​ડૉ. તરુણ દુગ્ગલ: એડિશનલ કમિશનર (એડમિન).
  • ​આર.ટી. શુશ્રા: સ્પેશિયલ બ્રાન્ચ.
  • ​એ.એમ. મુનિયા: ડીઆઈજીપી, કોસ્ટલ સિક્યુરિટી (અમદાવાદ અને ગાંધીનગર).
  • ​મયુર પાટીલ: ડીસીપી, ઝોન-૮.
  • ​સુરત, વડોદરા અને રાજકોટ શહેર
  • ​બલરામ મીના: સ્પેશિયલ કમિશનર, સુરત શહેર.
  • ​મહેન્દ્ર બગરિયા: સંયુક્ત પોલીસ કમિશનર, સુરત શહેર.
  • ​ડૉ. કરણરાજ વાઘેલા: સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ), સુરત શહેર.
  • ​એસ.વી. પરમાર: સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત શહેર.
  • ​નિલેશ જજડિયા: સંયુક્ત પોલીસ કમિશનર, વડોદરા શહેર.
  • ​ડૉ. સુધીર દેસાઈ: એડિશનલ કમિશનર, વડોદરા શહેર.
  • ​ચૈતન્ય માંડલિક: એડિશનલ કમિશનર (ક્રાઈમ અને ટ્રાફિક), રાજકોટ શહેર.
    ​જેલ અને તાલીમ વિભાગ
  • ​સરોજ કુમારી: ડીઆઈજી, વડોદરા જેલ.
  • ​આર.પી. બારોટ: ડીઆઈજીપી, અમદાવાદ જેલ.
  • ​ડૉ. જી.એ. પંડ્યા: ડીઆઈજીપી, રાજકોટ જેલ.
  • ​લીના પાટીલ: પ્રિન્સિપાલ, કરાઈ પોલીસ તાલીમ શાળા.
  • ​અન્ય મહત્વના હોદ્દાઓ
  • ​ગગનદીપ ગંભીર: આઈજીપી, સ્ટેટ મોનીટરીંગ સેલ (વધારાનો ચાર્જ).
  • ​વિશાલકુમાર વાઘેલા: ડીઆઈજીપી, સ્ટેટ મોનીટરીંગ સેલ અને પોલીસ ભરતી બોર્ડ.
  • ​મકરંદ ચૌહાણ: ડીઆઈજીપી, કાયદો અને વ્યવસ્થા (ગાંધીનગર).
  • ​બિપિન આહિર: આઈજી, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ.
  • ​સુધા પાંડે: ડીઆઈજીપી, વડોદરા હથિયારી એકમ.
  • ​સુજાતા મજમુદાર: ડીઆઈજીપી, ગાંધીનગર હથિયારી એકમ.
  • ​વાબાંગ ઝમિર: વેઇટિંગ ફોર પોસ્ટિંગ (હાલ કોઈ નિમણૂક નહીં).

Most Popular

To Top