Vadodara

યુટિલિટીઝ માટે ‘Approved Liquid Fuel’ વાપરવાની તાત્કાલિક મંજૂરી

ઇંધણ પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક ફ્યુઅલ બદલાવ અંગે સર્ક્યુલર

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ઉદ્યોગોને માર્ગદર્શિકા

વડોદરા : ઇંધણ પુરવઠા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ઉદ્યોગો માટે તાત્કાલિક ફ્યુઅલ બદલાવ અંગે સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે. આ સર્ક્યુલર મુજબ યુટિલિટીઝમાં જરૂરી પરિસ્થિતિમાં ‘Approved Liquid Fuel’ નો ઉપયોગ કરવાની તાત્કાલિક મંજૂરી આપવામાં આવી છે.
સર્ક્યુલરમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ગેસ પુરવઠા સંબંધિત સંભવિત વિક્ષેપોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોના ઉત્પાદન પર અસર ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુટિલિટીઝમાં તાત્કાલિક વ્યવસ્થા રૂપે માન્ય પ્રવાહી ઇંધણનો ઉપયોગ કરી શકાશે.
પરંતુ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ગેરમાન્ય અથવા પ્રતિબંધિત ઇંધણ (Non-approved fuel) નો ઉપયોગ કરવો કાયદેસર ગુનો ગણાશે અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉદ્યોગોએ પર્યાવરણના નિયમો અને પ્રદૂષણ નિયંત્રણના ધોરણોનું કડક પાલન કરવું ફરજિયાત રહેશે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તમામ ઉદ્યોગોને આ સર્ક્યુલરમાં દર્શાવેલી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે જેથી ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રહે અને પર્યાવરણનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થઈ શકે.

Most Popular

To Top