World

યુદ્ધના કારણે કતારમાં ગેસનું ઉત્પાદન સંપૂર્ણ બંધ

ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગો માટેના ગેસ પુરવઠામાં ૫૦ ટકા કાપ જાહેર કરાયો

ઘરેલું તથા વાહનોના વપરાશનો પૂરવઠો જાળવી રાખવા ગુજરાતની સૌથી મોટી ગેસ કંપનીનો નિર્ણય

ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય આક્રમણથી ખાડીના દેશો પણ વોરઝોન બનતા જ ભારતની સૌથી મોટી ચિંતા કુડતેલ અને એલએનજી સહિતની ગેસની સપ્લાયની બની છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડતેલ અને ગેસના ભાવ વધ્યા છે. શીપીંગ અને વિમા ખર્ચ પણ વધ્યા છે જેથી દેશમાં ગેસનો ભાવ વધારો આવી શકે છે,

બીજી તરફ દેશની એલએનજીનો સૌથી વધુ ૪૦ % પુરવઠો પુરો પાડતા કતરનું દુનિયાનું સૌથી મોટુ ગેસ ઉત્પાદન એકમ બંધ થતા ભારતને અહીંથી મળતો પુરવઠો પુરી રીતે બંધ થયા છે. જેના કારણે દેશમાં ઔદ્યોગીકથી ઘરેલુ વપરાશના ગેસની મોટી તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં ઔદ્યોગીક અને ઘરેલુ ગેસના સૌથી મોટા સપ્લાયર ગુજરાત ગેસ દ્વારા હવે ગેસની સપ્લાયમાં ફોર્સ મેન્યોર એટલે કે કાનુની રીતે જોઈએ તો રાજક-દૈવક આવતીની નોટીસ ફટકારી છે. જેનો અર્થ એ છે કે કંપની જે ગેસ સપ્લાય કરે છે તેમાં તા.૬ માર્ચથી ઉપલબ્ધતા મુજબ સપ્લાય કરવામાં આવશે.

જે મુજબ ગુજરાતમાં મોરબી સીરામીક એકમ જે આ ગેસનો સૌથી મોટો વપરાશકાર છે તેનો ૫૦% પુરવઠો અપાશે. ભારત દર વર્ષે ૨.૭ કરોડ ટન એમએનજીની આયાત કરે છે. જેમાં કતરનો ૪૦% હીસ્સો છે જે આગામી તા. ૨થી છ માસ માટે હવે અનિશ્ચિતતા બની ગઈ છે. જો કે સરકારે ઘરેલું વપરાશ અને વાહનો માટે ડોમેસ્ટીક પીએનબી અને સીએનજીમાં હાલ કોઈ પુરવઠાની મર્યાદા મુકી નથી. રહેણાંકઃ ઘરગથ્થુ રાંધણગેસ પ્રાથમિક અને આવશ્યક જરૂરિયાત હોવાથી,રહેણાંક વિસ્તારોના ગેસ સપ્લાય પર હાલ કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.

કંપનીઓને ડોમેસ્ટીક ગેસ માટે રિઝર્વ જથ્થો અકબંધ રાખ્યો છે. જેથી ગૃહિણીઓને મુશ્કેલી ન પડે વાહનો માટેના સીએનજી પંપો પર પણ અત્યારે કોઈ મોટો કાપ ઝીંકાયો નથી. સામાન્ય જનજીવન અને ટ્રાન્સપોર્ટેશન ન ખોરવાય તે માટે વાહનોનો પુરવઠો હાલ પુરતો યથાવત રાખવામાં આવ્યો છે,પણ આગામી દિવસોમાં એલપીજી જે સિલીન્ડર મારફત ગેસ પુરવઠો અપાય છે તેમાં મુશ્કેલી આવી શકે છે.

હોર્મુઝની ખાડીમાં ભારતના ગેસ ટેન્ડરો ફસાઈ ગયા છે. અને તેથી ચાલુ માસમાં જે પુરવઠો મળે છે તેમાં મોટી મુશ્કેલી બની શકે છે.હાલ દેશ પાસે એલપીજીનો ૩૦ દિવસનો સ્ટોક છે પણ આગામી દિવસોમાં તેમાં પુરવઠો કેમ જળવાય તેના પર નજર છે. દેશની શહેરી ગેસ કંપનીઓના સંગઠન એસોસીએશન ઓફ સીજીડી એન્ટીટીઝ એ કેન્દ્રને પત્ર લખીને ગેપ ઉપલબ્ધતા અંગે ચિંતા દર્શાવી છે.

Most Popular

To Top