Gujarat

રાજ્યની જીએસટી આવકમાં ફેબ્રુઆરીમાં ૧૯%નો નોંધપાત્ર વધારો

ગાંધીનગર : રાજ્યને જીએસટી હેઠળ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન ૭,૫૯૮ કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષની સમાન અવધિ દરમિયાન મળેલ રૂ. ૬,૩૯૬ કરોડની આવકની સરખામણીએ ૧૯ ટકા વધુ છે.

ફેબ્રુઆરી-૨૦૨૬માં રાષ્ટ્રીય સ્તરે જીએસટી આવકમાં ૮ ટકા વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે રાજ્યએ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ, ૧૯ ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે. ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન વેટ હેઠળ રૂ. ૨,૮૩૧ કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ. ૯૦૫ કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ. ૨૩ કરોડની આવક થઈ છે. આ રીતે રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા મળીને કુલ રૂ. ૧૧,૩૫૮ કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

Most Popular

To Top