Trending

ભારતમાં સમય વિતાવતી 93 વર્ષની અમેરિકન મહિલાની હેલ્થ સ્ટોરીએ લોકોને પ્રભાવિત કર્યા:

93ની ઉંમરે પણ ફિટ અને ખુશ: અમેરિકન મહિલાની લાઇફસ્ટાઇલ સોશિયલ મીડિયા પર છવાઈ

આજકાલ જ્યાં લોકો એન્ટી-એજિંગ ટ્રેન્ડ્સ પાછળ દોડે છે, ત્યાં 93 વર્ષની સુષુમ્ના (Sushumna) પોતાની સાદગી ભરી જીવનશૈલીથી સૌનું ધ્યાન ખેંચી રહી છે. અમેરિકાના બેય એરિયા (Bay Area)માં જન્મેલી આ મહિલા છેલ્લા બે દાયકાથી ભારત સાથે ગાઢ જોડાણ ધરાવે છે અને દર વર્ષે સમયનો મોટો ભાગ તમિલનાડુના આધ્યાત્મિક સમુદાયમાં વિતાવે છે.તેઓ દૈનિક જીવનશૈલી જ તેમની લાંબી અને ખુશહાલ જિંદગીનું રહસ્ય માનવામાં આવે છે. 93 વર્ષની ઉંમરે પણ તેઓ સંપૂર્ણ રીતે સક્રિય અને સ્વતંત્ર છે. તેઓ રોજિંદા કામ માટે સાઇકલ ચલાવે છે અને મિત્રો સાથે સમય વિતાવે છે.

આ વિશે ઉદ્યોગપતિ અને ફાઉન્ડર Kamel Jaberએ સોશિયલ મીડિયા પર વિડિયો શેર કરી જણાવ્યું કે સુષુમ્ના હજુ પણ સંપૂર્ણ રીતે “મોબાઇલ અને સ્વાવલંબન” છે. તેમની તંદુરસ્તીનું મુખ્ય કારણ સાદું જીવન, સકારાત્મકતા અને નિયમિત હરકત હોવાનું તેમણે જણાવ્યું.

જેબરે જણાવ્યું કે સુષુમ્નાને મોટી કોઈ ગંભીર બીમારી નથી, માત્ર થોડું આર્થરાઇટિસ છે. તેમ છતાં તેઓ ઊર્જા, ખુશી અને વિશ્વાસથી ભરપૂર જીવન જીવે છે. સુષુમ્ના અગાઉ મોટી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે સફળ કારકિર્દી કરી ચૂકી છે. 2001 પછી તેમણે આધ્યાત્મિક જીવનશૈલી અપનાવી અને ત્યારથી ભારત-અમેરિકા વચ્ચે સમય વિતાવે છે.

તેમના મુજબ લાંબી આયુષ્યનું રહસ્ય બહુ સરળ છે, ઓછા પ્રમાણમાં સંપૂર્ણ અને સ્વસ્થ ખોરાક લેવું, શરીરને હરકતમાં રાખવું, મિત્રો સાથે જોડાયેલા રહેવું અને આધ્યાત્મિક મૂલ્યો અનુસાર જીવન જીવવું. મજાકમાં તેઓ કહે છે કે છેલ્લા ઘણા દાયકાથી “કોઈ પણ પ્રકારના ડ્રગ્સથી સંપૂર્ણ દૂર રહેવું” પણ તેમના સ્વાસ્થ્યનું એક કારણ છે.

આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો. ઘણા લોકોએ સુષુમ્નાની ઉંમરે પણ તેમની ઊર્જા અને ખુશમિજાજી જીવનશૈલીની પ્રશંસા કરી. કેટલાકે લખ્યું કે આ જ સાચી રીતે ગૌરવભેર વૃદ્ધાવસ્થા જીવવાનો ઉદાહરણ છે, જ્યારે અનેક લોકોએ હાર્ટ ઇમોજી સાથે પોતાની પ્રશંસા વ્યક્ત કરી.

સુષુમ્નાની કથા એ દર્શાવે છે કે લાંબા અને સ્વસ્થ જીવન માટે મોટી ટેક્નોલોજી કે મોંઘી સારવાર જરૂરી નથી સાદું જીવન, સકારાત્મક વિચાર અને નિયમિત હરકત જ સાચું રહસ્ય બની શકે છે.

Most Popular

To Top