World

US-Iran યુદ્ધમાં તણાવ વધ્યો: અમેરિકાનો તાત્કાલિક એલર્ટ

એમ્બેસી પર ડ્રોન હુમલા બાદ અમેરિકાનો ‘હમણાં જ નીકળી જાઓ’ એલર્ટ

કુવૈતથી મોટી ભૂલ: અમેરિકી ફાઇટર જેટ્સને ગોળી મારી ને તોડી પાડ્યા,તમામ છ પાયલોટોએ સમયસર ઇજેક્ટ કર્યું

પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. Donald Trumpએ કહ્યું છે કે અમેરિકા ટૂંક સમયમાં વધુ કડક જવાબી કાર્યવાહી કરી શકે છે, જ્યારે United Statesની રિયાધ અને Kuwaitમાં આવેલી એમ્બેસીઓ પર ડ્રોન હુમલાઓ થયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાઓ બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે.

અમેરિકાનો તાત્કાલિક એલર્ટ: અમેરિકી સરકારે મધ્ય પૂર્વમાં રહેતા પોતાના નાગરિકોને તરત જ પ્રદેશ છોડવા માટે સૂચના આપી છે. US State Departmentએ જાહેર કરેલા એલર્ટમાં જણાવ્યું કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોને વહેલી તકે બહાર નીકળવું જરૂરી છે.

આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે Saudi Arabiaમાં આવેલી અમેરિકી એમ્બેસી પર પણ ડ્રોન હુમલો થયો હોવાની માહિતી મળી હતી . સતત વધતા હુમલાઓને કારણે પશ્ચિમ એશિયામાં વિસ્તારસ્તરનો સંઘર્ષ થવાની આશંકા વધી રહી છે.

ટ્રમ્પનું નિવેદન: ઓપરેશન હજુ ચાલુ રહેશે : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી હજુ ચારથી પાંચ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો આ ઓપરેશન વધુ લાંબા સમય સુધી પણ ચલાવવામાં આવશે.તે સાથે જ Marco Rubioએ કોંગ્રેસને ‘Operation Epic Fury’ વિશે માહિતી આપતાં કહ્યું કે અમેરિકી સૈન્ય તરફથી સૌથી મોટા હુમલા હજુ બાકી છે.

ઈઝરાયેલના હુમલા અને લેબનનમાં તણાવ: આ દરમિયાન Israelએ પણ Iranના રાજધાની વિસ્તારમાં હુમલા ચાલુ રાખ્યા છે. રિપોર્ટ મુજબ તેહરાનના મહત્વપૂર્ણ વિસ્તારોમાં ઈઝરાયેલી હુમલાઓ થયા છે.સાથે સાથે ઈઝરાયલે Lebanonમાં પણ ફરી હુમલા શરૂ કર્યા છે, કારણ કે ઈરાન સમર્થિત સંગઠન Hezbollahએ હૈફા તરફ ડ્રોન હુમલો કર્યો હતો.આ હુમલો Ali Khameneiની હત્યા પછી થયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

લેબનને દેશમાં હિઝ્બોલ્લાહની સૈન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે દક્ષિણ લેબનનમાંથી લોકો મોટા પાયે સ્થળાંતર કરી રહ્યા છે.કુવૈતથી મોટી ભૂલ: અમેરિકી ફાઇટર જેટ્સને ગોળી મારી યુદ્ધની ગડબડ વચ્ચે એક મોટી ભૂલ પણ સામે આવી છે.

કુવૈતી સેનાએ ભૂલથી ત્રણ અમેરિકી F-15E ફાઇટર જેટ્સને ગોળી મારીને નીચે પાડી દીધા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, આ ઘટના ઈરાનના હુમલા દરમિયાન ગેરસમજને કારણે બની.સદભાગ્યે તમામ છ પાયલોટોએ સમયસર ઇજેક્ટ કરી દીધું અને તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા.

ફ્લાઇટ્સ પર અસર:તણાવને કારણે છેલ્લા ચાર દિવસમાં અનેક ફ્લાઇટ્સ રદ થઈ ગઈ હતી અને ઘણા મુસાફરો ફસાઈ ગયા હતા. જોકે હવે Abu Dhabi અને Dubaiમાં મર્યાદિત ફ્લાઇટ ઓપરેશન્સ ફરી શરૂ થયા છે.પરંતુ હાલની પરિસ્થિતિને જોતા નિષ્ણાતો કહે છે કે જો સંઘર્ષ વધુ વધે તો આખા મધ્ય પૂર્વમાં મોટી જંગ જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.

Most Popular

To Top