Vadodara

UAE તણાવ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની મદદે વડોદરાના સાંસદ

વડોદરા: ઈરાન અને UAE વચ્ચેના તણાવને પગલે દુબઈ એરપોર્ટ બંધ થતા વડોદરાના અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. 28મી ફેબ્રુઆરીથી ફ્લાઈટ્સ રદ થતા વતનની વાટ જોતા નાગરિકો માટે વડોદરાના સાંસદએ મદદનો હાથ લંબાવ્યો છે.
સાંસદ દ્વારા જાહેર કરાયેલા વોટ્સએપ નંબર પર મુસાફરોએ પોતાની વિગતો મોકલી આપી છે. જોકે, હજુ સત્તાવાર પ્રત્યુત્તરની રાહ જોવાઈ રહી છે, પરંતુ સંકટના સમયે જનપ્રતિનિધિએ દાખવેલી આ તત્પરતા અને ચિંતાએ પરદેશમાં ફસાયેલા વડોદરાના પરિવારોમાં એક નવી આશા જગાવી છે. નાગરિકોને વિશ્વાસ છે કે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા જ તેઓ હેમખેમ સ્વદેશ પરત ફરશે.
​”ડૂબતાને તણખલાનો સહારો મળે તેમ સાંસદએ વિગતો મંગાવતી જે જાહેરાત કરી, તેનાથી અમારી નિરાશા દૂર થઈ છે. વડોદરાવાસીઓ પ્રત્યેની તેમની આ સંવેદના ખરેખર બિરદાવવા લાયક છે.”
— એડવોકેટ શૈલેષ અમીન

Most Popular

To Top