National

CCTVથી ચોંકાવનારો ખુલાસો: સચિન વજે સાથે કારમાં હતો મનસુખ હિરેન, ક્લોરોફોર્મ સૂંઘાડી કરાઈ હત્યા

મુંબઈ પોલીસ (MUMBAI POLICE)ના પૂર્વ મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વજેને એન્ટિલિયા કેસ(ANTILIA CASE)માં તેમજ મનસુખ હિરેનની હત્યાના કેસમાં ફસાયેલા જોવામાં આવ્યા છે. ખરેખર, મહારાષ્ટ્ર એટીએસ (MAHARASTRA ATS) પાસે 17 ફેબ્રુઆરીના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેમાં મનસુખ હિરેન સચિન વજે સાથે એક જ કારમાં જોવા મળે છે. આ ઉપરાંત, એટીએસએ દાવો કર્યો છે કે હત્યા (MURDER) પહેલા મનસુખને ક્લોરોફોર્મ સૂંઘાડવામાં આવ્યો હતો. 

સીસીટીવી ફૂટેજમાં શું છે?

મળતી માહિતી મુજબ સીસીટીવી ફૂટેજમાં સફેદ કેબ બતાવવામાં આવી છે, જે સીએસટી સ્ટેશન પર અટકે છે. મનસુખ હિરેન આ કારમાંથી નીકળી ગયો. આ પછી, બીજા સીસીટીવી ફૂટેજમાં વાદળી ઓડી કાર જોવા મળી, જેનો ઉપયોગ સચિન વજેએ કર્યો હતો. આ ઓડી કાર ટ્રાફિક સિગ્નલ પર અટકી છે અને મનસુખ હિરેન તેમાં સવાર છે.

આવી રીતે આપવામાં આવ્યો ઘટનાને અંજામ

સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર એટીએસનો દાવો છે કે 4 માર્ચે વજે મનસુખ હિરેનને ફોન કરીને થાણે બોલાવ્યો હતો. ત્યાં ત્રણ-ચાર લોકો હાજર હતા. તેણે હિરેનને બેભાન બનાવવા માટે પહેલા ક્લોરોફોર્મ(CHLOROFORM)નો ઉપયોગ કર્યો હતો અને તત્યારબાદ જ તેની હત્યા કરી દીધી હતી. જો કે બીજી તરફ મનસુખ હિરેનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ખુલાસો થયો હતો કે હત્યા પહેલા તેના ચહેરા પર ઈજા થઈ હતી. એટીએસનો દાવો છે કે વજે હત્યાને અંજામ આપીને ઓફિસે પાછો ફર્યો હતો અને તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં પોલીસ ફોરેન્સિક રિપોર્ટ(FSL REPORT)ની રાહ જોઇ રહી છે.

ઘટનાનું ગુજરાત કનેક્શન

મહત્વની વાત છે કે આ ઘટનાનું ગુજરાત કનેક્શન પણ છે. મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલા નજીક વિસ્ફોટક ભરેલી કાર મળી આવ્યા બાદ કારનાં માલિક મનસુખ હિરેનની કારમાંથી જ હત્યા કરાયેલી લાશ મળી આવતા આ કેસ સમગ્ર મુંબઈ સહિત દેશભરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. સમગ્ર કેસની તપાસ મુંબઈ એ.ટી.એસ.ની ટીમને સોંપતા આ કેસમાં મુંબઈ પોલીસ વિભાગનાં એક અધિકારી સચિન વઝેની સંડોવણી બહાર આવી હતી. જેને લઈ તેમને ફરજ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આ કેસની તપાસનો રેલો છેક દમણ સુધી પહોંચવા પામ્યો હતો .

મુંબઈ એ.ટી.એસ.ની ટીમ દમણના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની રાધામાધવ કોર્પોરેશન કંપનીમાં દરોડો પાડ્યો હતો. આ સાથે તેમના બંગલા પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી સચિન વઝે જે વોલ્વો કારનો ઉપયોગ કરતાં હતા તે કાર પણ મળી આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top