Vadodara

શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

રાજ્યના શિક્ષણ વિભાગના એક નિર્ણયથી શિક્ષકોને હવે કામગીરીમાં રાહત મળી છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર જારી કરી જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસન અધિકારીને લેખિતમાં સૂચના આપવામાં આવી હતી.

ગુજરાતના શિક્ષણ વિભાગના એક નિર્ણયથી હવે પ્રાથમિક શિક્ષકોને કામગીરી માંથી મોટી રાહત આપવામાં આવી છે. જેમાં શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાં શિક્ષકોને નહીં જોડવા સુચના આપવામાં આવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર જારી કરીને સૂચના આપી છે કે, હવેથી પ્રાથમિક વિભાગના શિક્ષકોને શૈક્ષણિક કામગીરી નહીં કરાવી શકાય, તેમણે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં નહીં જોડાવા સૂચના આપી છે. રાષ્ટ્રીય હિત સિવાયની કામગીરી હવેથી પ્રાથમિક શિક્ષકો પાસે નહીં કરાવી શકાય. બાળકોના શિક્ષણ પર વિપરીત અસર ના પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસનાધિકારીને લેખિતમાં સૂચના આપવામાં આવી છે. અગાઉ શિક્ષકોએ બિન શૈક્ષણિક ફરજમાં ન જોડવા રજૂઆત કરી હતી અને સંમતિ વિના શિક્ષકોને કામગીરી સોંપાતી હતી. હાલ આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગે હવે પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી હતી.

Most Popular

To Top