Gujarat

ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં ૧૧ સભ્યોની સમિતિ રચાઈ, તમામ સરકારી ભરતી માટે એકસરખા નિયમો ઘડવા,એકરૂપતા અને ઝડપ લાવવાનો દ્રઢ પ્રયાસ

ગાંધીનગર,તા.25
ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક, સમયબદ્ધ અને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે ચીફ સેક્રેટરી એમ કે દાસની અધ્યક્ષતામાં ૧૧ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ રચી છે. આ સમિતિ વિવિધ ભરતી બોર્ડ અને એજન્સીઓની કાર્યક્ષમતા વધારવા માટે માર્ગદર્શન આપશે તેમજ સમગ્ર ભરતી પ્રણાલીની સમીક્ષા કરશે.

સમિતિનો મુખ્ય હેતુ રાજ્યમાં તમામ ભરતી પ્રક્રિયાઓમાં એકરૂપતા લાવવાનો છે. તે માટે તમામ ભરતી માટે એકસરખા નિયમો ઘડવા, શૈક્ષણિક લાયકાત સહિતની માપદંડો અંગે ચર્ચા કરીને સ્પષ્ટ દિશા-નિર્દેશ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત લાંબા ગાળાની આયોજનબદ્ધ ભરતી સુનિશ્ચિત કરવા દસ વર્ષિય ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૂચના પણ આપવામાં આવી શકે છે.

સમિતિ ભરતી બોર્ડોને સમયસર ભરતી પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપશે અને પ્રક્રિયામાં અનાવશ્યક વિલંબ દૂર કરવા પગલાં ભલામણ કરશે. મુખ્ય સચિવની આગેવાની હેઠળ આ સમિતિ તાત્કાલિક કાર્યરત થશે અને સરકારી ભરતીમાં પારદર્શિતા તથા ઝડપ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Most Popular

To Top