ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાઓમાં કુલ 32 (બત્રીસ) હોટલોને દારૂ વેચવાના પરવાના આપવામાં આવ્યા હોવાનું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા જણાવ્યું હતુ. વધુમાં, 25 જાન્યુઆરી 2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન આ પરવાના ધારક હોટલોમાં થયેલા દારૂના વેચાણમાંથી રાજ્ય સરકારને કુલ રૂ. 1,16,39,62,900ની આવક પ્રાપ્ત થઈ છે.