ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–2025 (સૌરાષ્ટ્ર–કચ્છ ઝોન) અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા કુલ રૂ. 1527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યા છે, તેવું વિઘાનસભામાં પ્રશ્નના લેખિત જવાબામાં નાયબ મુખ્યમંત્રી દ્વારા જણાવ્યું હતું. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પણ રૂ. 1527.56 કરોડના રોકાણના એમઓયુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે કુલ 4 (ચાર) એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ રોકાણોથી સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસને વધુ વેગ મળશે અને રોજગારની નવી તકો ઊભી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.