વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા ડભોઇ વાઘોડિયા અને ચાણોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપાયેલા રૂપિયા 40.03 લાખના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવીને વિધિવત નાશ કરાયો હતો.

ડભોઈ, વાઘોડીયા તથા ચાણોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ઝડપાયેલા 40.03 લાખનાં વિદેશી દારુ પર વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા બૂલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ શસંદિપસિંહ, તથા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય સુશીલ અગ્રવાલની સૂચના મુજબ ડભોઈ ડિવીઝનમાં આવતા જુદા જુદા ડભોઇ, વાઘોડિયા અને ચાણોદ પોલીસ હદ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેમાં ડભોઈ પોલીસ સ્ટેશનના અલગ અલગ 25 ગુન્હાઓમા રૂ.13.09 લાખ, વાઘોડીયા પોલીસ સ્ટેશનના અલગ અલગ 32 ગુન્હાઓમા રૂ.87 હજાર અને ચાણોદ પોલીસ સ્ટેશનના અલગ અલગ 4 ગુન્હાઓમા રૂ.26.07 લાખ મળી બોટલ કુલ નંગ- 21373 કિંમત રૂ.40.03 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ વિદેશી દારૂનો નાશ કરવા માટે મુદ્દામાલના નાશ માટે નામદાર કોર્ટ પાસેથી જરૂરી મંજુરી મેળવી કાર્યવાહી હાથ ધરાઇ હતી. કોર્ટ તરફથી મુદ્દામાલના નાશ માટે મંજુરી આવતા 24 ફેબ્રઆરીના રોજ સીતપુર ગામ ખાતે આવેલી તુલસી રેસીડન્સી ખાતે નાશ કરવાનું આયોજન કરાયું છે.
વિદેશી દારૂ નાશ કમીટીના અધિકારી સબ ડીવી. મેજીસ્ટેટ રવીરાજસિંહ પરમાર ડભોઈ સેવાસદન, ઇન્ચાર્જ નાયબ પો.અધિક્ષક સી.એન.ચૌધરી ડભોઈ ડીવીઝન, ડભોઈ તથા એસ.એમ.માંગરોલીયા સુપ્રિટેન્ડન નશાબંધી અને આબકારી વડોદરા વિભાગ વડોદરા તથા ત્રણ પોલીસ સ્ટેશનના પીઆઈ જે એમ ચાવડા, એ કે ભરવાડ તથા પીઆઈ ડી આર ભાદરકા ની હાજરી માં રોલર ફેરવી દારૂના જથ્થાનો વિધિવત રીતે નાશ કરવામા આવ્યો છે.