Education

ભૂખ્યા બાળકોનો પ્રવાસ!,સર્વ શિક્ષા અભિયાનમાં નાસ્તા વિના 800 વિદ્યાર્થીઓ રવાના

સુરત શહેરમાંથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ ધરમપુર પ્રવાસે જતાં 800થી વધુ બાળકો માટેનો સવારનો કાર્યક્રમ ગોટાળો બની ગયો. સુરત કોર્પોરેશનના આયોજન મુજબ બાળકો, વાલીઓ અને શિક્ષકોને સવારે 5:30 વાગ્યે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. નવસારી રોડ પર આવેલા સાઈબાબા મંદિર ખાતે નાસ્તાનું સેન્ટર નક્કી કરાયું હતું.સવારના 6:50થી 7:30 વચ્ચે કુલ 19 બસો સ્થળ પર પહોંચી ગઈ હતી. આશરે 800 બાળકો અને 100 શિક્ષકો ઉત્સાહભેર પ્રવાસ માટે તૈયાર હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે સવારે 7 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી નાસ્તાનું કોઈ આયોજન જ જોવા મળ્યું નહોતું. નાના બાળકો ભૂખ્યા હાલતમાં રાહ જોતા રહ્યા. લાંબી રાહ અને કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા બાળકો કંટાળી ગયા હતા.કેટલાક બાળકો અહીં-તહીં દોડતા જોવા મળ્યા, તો કેટલાક બસમાં જ બેસી રહ્યા.

પરિસ્થિતિને જોતા શિક્ષકોને પોતાનાં ખર્ચે બાળકો માટે બિસ્કીટના પેકેટ ખરીદી આપવાની ફરજ પડી. આખરે નાસ્તા વિના જ તમામ બસો ધરમપુર માટે રવાના થઈ ગઈ. આયોજનમાં થયેલી આ ગંભીર બેદરકારીને લઈ વાલીઓમાં પણ રોષ ફેલાયો હતો.જો કે સમગ્ર મામલે શિક્ષણ સમિતિના અધિકારીઓએ બચાવ કરતા કહ્યું હતું કે બસ નો ટાયર પંચર પડતા નાસ્તા નો સમય ખોળ્વાયો હતો,જો કે શિક્ષકો એ બાળકો ને બીસ્કીત્સ અપાવી શાંત કર્યા હતા

સર્વ શિક્ષા અભિયાન જેવી મહત્વપૂર્ણ યોજના હેઠળ બાળકો માટેના કાર્યક્રમમાં આ પ્રકારની અવ્યવસ્થા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. 800થી વધુ વિદ્યાર્થીઓના સવારના નાસ્તા જેવી મૂળભૂત વ્યવસ્થા ખોરવાઈ જવી એ નિશ્ચિત રીતે જવાબદારો માટે ચિંતાનો વિષય છે. હવે જોવું રહ્યું કે આ મામલે કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે.

Most Popular

To Top