SURAT

સુરતના ઉધના દરવાજા ખાતે મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચનો દબદબો,Reliance Mall પાર્કિંગમાંથી MD સાથે શખ્સ ઝડપાયો

મોલમાં ડ્રગ્સ ડીલ નિષ્ફળ: 17 ગ્રામ મેફેડ્રોન જપ્ત,સાથીદાર ફરાર શહેરમાં નશાખોર તત્વોમાં ફફડાટ :સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ફિલ્મી અંદાજમાં ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. Reliance Mall ના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડતા મોલમાં હાજર લોકોમાં ચકચાર મચી ગઈ હતી. થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ પણ સર્જાયો હતો.

પોલીસ પાસે થી મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ ને ચોક્કસ બાતમી મળી કે ઉધના દરવાજા વિસ્તારમાં ડ્રગ્સની ડીલ થવાની છે. જે બાદ તાત્કાલિક ટીમ ગોઠવાઈ અને મોલ આસપાસ સઘન વોચ ગોઠવવામાં આવી. પોલીસની નજર દરેક શંકાસ્પદ હલચલ પર હતી. ત્યારે થોડા જ સમયમાં એક મોપેડ પર બે યુવકો મોલ પાસે આવી પહોંચ્યા. પોલીસની હલચલ જોતા જ એક યુવક શંકાસ્પદ રીતે મોલની અંદર દોડી ગયો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તરત જ તેનો પીછો કર્યો અને બેઝમેન્ટ-1 પાર્કિંગ સુધી પહોંચી તેને ઝડપી પાડ્યો. પકડ દરમિયાન થોડી ઝપાઝપી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

સ્થળ પર જ તપાસ કરતાં આરોપીના પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિક ઝીપલોક બેગમાં સફેદ પાવડર મળી આવ્યું. FSLની પ્રાથમિક તપાસમાં આ પાવડર પ્રતિબંધિત મેફેડ્રોન (MD) હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપી પાસેથી 17.180 ગ્રામ MD ડ્રગ્સ, અંદાજિત કિંમત રૂપિયા 51,540, ઉપરાંત મોપેડ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જો કે પોલીસ ની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે પોતાના સાથીદાર સાથે મળીને ડ્રગ્સનું વેચાણ કરતો હતો. બંને મોલમાં ફરવાના બહાને આવ્યા હતા અને ત્યાં જ ડીલ ફાઈનલ કરવાની યોજના હતી. જોકે પોલીસને જોઈ તેનો સાથીદાર ફરાર થવામાં સફળ રહ્યો છે.

હાલ ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે. શહેરમાં વધતી નશાની પ્રવૃત્તિ સામે પોલીસ સખત વલણ અપનાવી રહી છે. આ ઓપરેશન બાદ ગેરકાયદેસર નશાના ધંધામાં સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Most Popular

To Top