ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી (punjab cm) અમરિન્દર સિંહે મંગળવારે કહ્યું હતું કે, પંજાબમાં લેવામાં આવેલા 401 નમુના (sample)ઓ પૈકી 81 ટકા નમુનાઓમાં કોવિડ-19નો યુકે વેરિયન્ટ (uk variant) જોવા મળ્યો છે. આ સાથે અમરિન્દર સિંહે કેન્દ્ર સરકારને 60 વર્ષથી ઓછા વયના લોકોને પણ વેક્સિન (corona vaccine) આપવામાં આવે તેવી માગણી કરી છે.
કોવિડ-19 પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ લોકોને પણ અપીલ કરી હતી કે લોકો વેક્સિન મૂકાવે અને કેન્દ્ર સરકાર જલદી જ તમામ લોકો માટે વેક્સિન માટેની વયમર્યાદા વધારે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)ને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી આપવા માટે વિનંતી કરી હતી કારણ કે ચેપ યુવાનોમાં વધુ અસર કરતો જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર છે. આ હકીકત તરફ ધ્યાન દોરતા કે નિષ્ણાતોએ કોવિશિલ્ડ (covishield) રસી યુકે સ્ટ્રેન- બી.1.1.7 સામે સમાન અસરકારક હોવાનું જણાયું છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રાન્સમિશનની સાંકળ તોડવા માટે વધુને વધુ લોકોને રસી આપવી જરૂરી છે.
મિન્દરસિંહે ચેતવણી આપી હતી કે, રાજ્ય સરકારે પહેલેથી જ નવીન પ્રતિબંધો જાહેર કરી દીધા છે, જો લોકો કોવિડ યોગ્ય વર્તણૂકનું પાલન નહીં કરે તો વધુ પ્રતિબંધ લાદવાની ફરજ પાડવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અપીલ રાજ્યની કોવિડ નિષ્ણાત સમિતિના વડા ડો. કે. તલવારે રાજ્યમાં નવા બદલાવ અંગેના વિકાસની જાણકારી આપી હતી ત્યારબાદ કરવામાં આવી હતી, જે છેલ્લા કેટલાક સપ્તાહમાં સંખ્યાબંધ કિસ્સાઓમાં વધારો જોવા મળી રહી છે.
યુનાઇટેડ કિંગડમમાં પંજાબના લોકો મોટી સંખ્યામાં રહે છે.
મુખ્ય પ્રધાનને તલવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુકે પ્રકાર B.1.1.7 વધુ ચેપી હોવા છતાં તે વધુ વાયરલ નથી.