Vadodara

બ્રાઈટ સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મેલ સ્કૂલના જ પાંચમાં ધોરણના વિધાર્થીએ કર્યો હતો

વડોદરા:
વડોદરાની સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈ-મેઇલ ધમકી મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલમાં મોકલવામાં આવેલા ધમકી ભરેલા ઈ-મેઇલ પાછળ સ્કૂલનો જ પાંચમાં ધોરણમાં ભણતો વિધાર્થી સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વિધાર્થિએ પરીક્ષાઓ રદ કરાવવા અને ભયનું વાતાવરણ ઉભું કરવાના ઉદ્દેશથી ઈ-મેઇલ મોકલ્યો હતી. સ્કૂલ સંચાલનને ધમકી મળ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે બોમ્બ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓ દ્વારા સ્કૂલ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવતા ઈ-મેઇલ સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે વિધાર્થિ અને તેના વાલીઓને બોલાવી સમગ્ર ઘટનાની સમજૂતી આપી હતી. કમિશનર નરસિંહા કોમારે સ્પષ્ટ જણાવ્યું છે કે આવા પ્રકારની ખોટી ધમકી આપનાર કોઈપણ વ્યક્તિ કે વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાને પગલે વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી, જોકે પોલીસના ખુલાસા બાદ સ્થિતિ સામાન્ય બની છે.


વડોદરા શહેર જિલ્લામાં શાળાઓ અને દિવાળીપુરા કોર્ટને મળેલી બોમ્બ ની ધમકી ના પગલે સમગ્ર પોલીસ વિભાગ હાલમાં કામગીરીએ લાગ્યો છે ત્યારે bright સ્કૂલમાં મળેલી ધમકી નો મેલ તેમના જ એક ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેને લઈને હાલમાં પોલીસે બાળક સહિત તેમના માતા-પિતાને હિરાસતમાં લઈને પૂછપરછ શરૂ કરાઈ છે. બાળકે આ કોના કહેવાથી કર્યું છે કે પછી મસ્તી મજાકમાં આવા મેસેજ કરી નાખ્યો છે તે તેની પૂછપરછ કરાઈ રહી છે.
વડોદરા શહેર અને જિલ્લાની 25 સ્કૂલો તથા દિવાળી પૂરા કોર્ટ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જેને લઇને પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું અને સ્કૂલમાં ઘનિષ્ઠ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અમિત નગર વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલમાં મંગળવારે સાંજે 5.30 વાગ્યાના અરસામાં સ્વાતિ પટેલ નામની યુવતીના ઇ-મેલ આઇડી ઉપરથી સ્કૂલને એક મેલ મળ્યો હતો જેમાં સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો.
બોમ્બ મૂકવામાં આવ્યો હોવા નો મેલ મળતાની સાથે જ શાળા સંચાલકો દ્વારા પોલીસને આ બાબતે જાણ કરાઈ હતી જેને લઈને સાંજના સમયે સ્થાનિક પોલીસ સહિત ડોગ અને બોમસકોર્ડ દ્વારા સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ કે પદાર્થ મળ્યું ન હતું.
દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ ઈમેલ આઇડી ની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ ધમકી ભર્યો મેલ સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા 11 વર્ષીય સગીર બાળકે કર્યો હોવાનું જાણવા મળતા ખળભડાટ મચી જવા પામ્યો છે.
હાલમાં ચારે તરફ બોમ્બની ધમકીનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સગીર બાળક દ્વારા કરવામાં આવેલા કારસ્તાનને લઈને ભારે ચર્ચા જાગી છે.
પોલીસે બાળકના માતા પિતા સાથે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે આ બાળકે કોના કહેવાથી ભાવ ધમકી ભર્યો મેલ કર્યો હતો. કોના આઈડી નો ઉપયોગ કર્યો છે તેની ઘનિષ્ઠ તપાસ કરાઈ રહી છે ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થીને આવું કારસ્તાન નહીં કરવા માટે અપીલ કરી છે.

Most Popular

To Top