SURAT

Surat International Airport પર 1.18કરોડનો હાઇડ્રિક ગાંજો ઝડપાયો! એર ઇન્ટેલિજન્સની સજાગતાથી ડ્રગ્સ રેકેટનો મોટો ભંડાફોડ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરફેરનો એક મોટો ભંડાફોડ થયો છે. એર ઇન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગની સતર્ક કામગીરીના પરિણામે હાઇડ્રિક ગાંજા સાથે એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. જો કે તપાસ દરમિયાન યે-નાઈ (મહિલા સાથી)નો પણ ખુલાસો થતા સમગ્ર કેસમાં નવા વળાંક આવ્યા છે.સાથે જ પોલીસ ચોપડે મળતી માહિતી અનુસાર,વિદેશથી આવેલ ફ્લાઇટમાં શંકાસ્પદ હરકતોને આધારે અધિકારીઓએ એક મુસાફરને અટકાવ્યો હતો. તેની પાસે રહેલા સામાનની ચકાસણી કરતાં હાઇડ્રિક ગાંજાના પેકેટ્સ મળી આવ્યા. જપ્ત કરાયેલા ગેરકાયદેસર માલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ. ૧.૧૮ કરોડ જેટલી હોવાનું જણાવાયું છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ માલ અન્ય વ્યક્તિને સોંપવાનો હતો તેવું બહાર આવ્યું છે.

તપાસ આગળ વધતાં એક મહિલાની સંડોવણી સામે આવી છે, જેને યે-નાઈ તરીકે ઓળખાવવામાં આવી રહી છે. તેમજ અધિકારીઓએ બંને વચ્ચે થયેલી ફોન કૉલ, મેસેજ અને મુસાફરીના રેકોર્ડના આધારે સઘન તપાસ શરૂ કરી છે. કહેવાય છે કે,ગાંજાની ડિલિવરી શહેરની અંદર એક નિશ્ચિત સ્થળે કરવાની યોજના હતી. પરંતુ એરપોર્ટ પર જ ચુસ્ત ચકાસણીના કારણે આખી સાજિશ નિષ્ફળ ગઈ.સુરત એરપોર્ટ પર તાજેતરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.આ સાથે જ તામમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ વધતા ડ્રગ્સ સ્મગલિંગની શક્યતા પણ વધી છે, જેને ધ્યાનમાં રાખીને સ્કેનિંગ સિસ્ટમ, ડોગ સ્ક્વોડ અને ઇન્ટેલિજન્સ નેટવર્કને સક્રિય કરવામાં આવ્યા છે. આ જ સજાગતાના કારણે આ મોટી કામગીરી સફળ બની છે.

હાલમાં આરોપી યુવકને કસ્ટડીમાં રાખીને વધુ પૂછપરછ ચાલી રહી છે. તેની પાસેથી મળેલી માહિતીના આધારે ડ્રગ્સ રેકેટના અન્ય સભ્યો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.યે-નાઈની ભૂમિકા શું હતી અને શું તે મુખ્ય સૂત્રધાર છે કે માત્ર કડી, તે અંગે તપાસ એજન્સીઓ વિગતવાર તપાસ કરી રહી છે.સુરત એરપોર્ટ પર થયેલી આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે,ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.નશાના કારોબારને રોકવા માટે કાયદો અમલમાં લાવનાર એજન્સીઓ સતત ચેતી રહી છે,જેથી શહેર અને રાજ્યને ડ્રગ્સના જાળમાંથી સુરક્ષિત રાખી શકાય.

Most Popular

To Top