ખાલિસ્તાનના નામે મેલ મોકલાયો
વડોદરા: વડોદરામાં આજે સુરક્ષા વ્યવસ્થામાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે શહેરની 19 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા આ ઈ-મેઈલ બાદ શિક્ષણ તંત્ર, પોલીસ વિભાગ અને વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી. મેલમાં ગુજરાત બનેગા ખાલિસ્તાન એવો ઉલ્લેખ કરાયો છે. V

ધમકી મળ્યા બાદ ઊર્મિ સ્કૂલ (સમા-સાવલી રોડ), નાલંદા સ્કૂલ (વાઘોડિયા રોડ) અને ડી.આર. અમીન સ્કૂલ (ગદાપુરા) સહિત અનેક સ્કૂલોમાં તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને રજા જાહેર કરવામાં આવી હતી. સ્કૂલ પ્રશાસન દ્વારા વાલીઓને તાત્કાલિક જાણ કરવામાં આવતા, સ્કૂલો બહાર વાલીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.

પોલીસે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ ટીમોને તમામ સંદિગ્ધ સ્કૂલોમાં મોકલી દીધી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દરેક સ્કૂલના કેમ્પસમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
ધમકીભર્યા ઈ-મેઈલમાં નીચે મુજબની 16 સ્કૂલોનો સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે:
ડી.આર. અમીન સ્કૂલ, ગદાપુરા
ઊર્મિ સ્કૂલ, સમા-સાવલી રોડ
નાલંદા સ્કૂલ, વાઘોડિયા રોડ
બરોડા હાઈસ્કૂલ, બગીખાના
નવયુગ સ્કૂલ, સમા
જીવન સાધના વિદ્યાલય, નાગરવાડા
AWS સ્કૂલ, ડભોઇ
શાનેન સ્કૂલ, ખોડીયારનગર
GPS સ્કૂલ, વાઘોડિયા
બ્રાઈટ ડે સ્કૂલ, વાસણ
બિલાબોંગ સ્કૂલ, વડસર
આત્મીય વિદ્યાલય, માંજલપુર
ડોન બોસ્કો સ્કૂલ, માંજલપુર
ઓક્ઝેલિયમ સ્કૂલ, માંજલપુર
ઝેનિથ સ્કૂલ, પ્રતાપનગર
અમેરિકન સ્કૂલ ઓફ બરોડા, આજવા રોડ
17.ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ, અમ્પાડ
18.BPS, વાઘોડિયા
19.ગ્રીન વેલી, ભીમપુરા
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વડોદરાની અનેક સ્કૂલોને આવી રીતે બોમ્બની ખોટી ધમકીઓ મળી ચૂકી છે. હાલ પોલીસ વિભાગની સાયબર ક્રાઇમ, લોકલ પોલીસ અને અન્ય એજન્સીઓ મળીને ઈ-મેઈલના સ્ત્રોત સુધી પહોંચવા તપાસ ચલાવી રહી છે.
પોલીસે વાલીઓ અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને અધિકૃત સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.