લીંબાયત પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે 10 લાખ રૂપિયાથી વધુના સોના-ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સાથે એક રીઢા તસ્કરને ઝડપી પાડ્યો છે.પોલીસ ના જણાવ્યા અનુસાર આરોપી લાંબા સમયથી રહેણાંક વિસ્તારોમાં નજર રાખીને બંધ મકાનોને નિશાન બનાવતો હતો.ઘટનાની ફરિયાદ મળતા જ પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને તેની પાસેથી મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના તેમજ અન્ય ચોરીનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે જેથી અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલી શકાય.
સુરત ની લિંબાયત પોલીસે ઘરફોડ ચોરીનો ગુના ઉકેલ્યો:10 લાખથી વધુના સોના ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સાથે રીઢો તસ્કર ઝડપાયો ,લિંબાયત વિસ્તારમાં સતત વધી રહેલી મિલકત સંબંધી ગુનાખોરીને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમે બાતમીદારોની મદદથી ઘરફોડના બે મહત્વના ગુનાઓ ઉકેલી નાખ્યા છે. પોલીસે આ મામલે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના એક રીઢા તસ્કરને કુલ રૂપિયા 10,07,000ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યો હતો. વાત કરવામાં આવે તો શું છે સમગ્ર ઘટના? લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓને શોધવા માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પી.આઈ. એન.કે. કામળીયા અને સેકન્ડ પી.આઈ. સી.એસ. ઘોકડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ તપાસમાં હતો.પોલીસ ટીમે શહેરના વિવિધ વિસ્તારોના 50થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. આ તપાસમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લિંબાયતના શાહપુરા સોસાયટી પાસે વોચ ગોઠવી હતી.ત્યાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા માવીયા ઉર્ફે મુસ્તાક શાહ ને ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ પણ ઘરફોડના ગુનામાં સંડોવાયેલો છે
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઘર બંધ રાખતી વખતે સીસીટીવી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખે તથા શંકાસ્પદ હલચલ અંગે તરત જાણ કરે.
સમગ્ર મામલે DCP કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, લિંબાયત પોલીસ સ્ટેશનમાં સોના ચાંદી અને અન્ય વસ્તુ આશરે 10 લાખ જેટલી મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદી ઘર બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયો હોય ત્યારે આરોપીએ રેકી કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ પોલીસની ટીમ તપાસ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી અગાઉ પણ ઘરફોડના ગુનામાં સંડોવાયેલો છે. ઝડપાયેલો આરોપી માવીયા મૂળ મહારાષ્ટ્રના જલગાંવ (ધુલિયા) જિલ્લાના ઈસ્લામપુરાનો રહેવાસી છે અને હાલ લિંબાયતમાં રહેતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ લિંબાયત પોલીસ મથકમાં તેમજ વલસાડના વાપી રેલ્વે પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે જેમાં સોનાના દાગીના 165.25 ગ્રામ કિંમત આશરે 9,94,000 જેમાં 24 કેરેટ સોનાના બિસ્કિટ, સોનાની વીંટી, હાર, નથણી, બુટ્ટી અને ટીકાનો સમાવેશ થાય છે. આ સાથે 126.00 ગ્રામ ચાંદીના ઝાંઝર અને OPPO કંપનીનો સ્માર્ટફોન રિકવર કરવામાં આવ્યા છે
સુરતની લીંબાયત પોલીસે દ્વારા ફરી એક વખત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. લિંબાયત વિસ્તારમાં વધી રહેલી મિલકત સંબંધી ગુનાખોરીને ડામવા માટે એક્શન મોડમાં આવી છે અને ઘરફોડ ચોરીના બે મહત્વના ગુનાઓ ઉકેલી રીઢા તસ્કરને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂપિયા 10,07,000ના સોના-ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે.