Vadodara

શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાને લઈ એકશન પ્લાન જાહેર

ધોરણ 10 – 12માં 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થી કરતા એક કલાક વધુ અપાશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.11

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે બોર્ડ દ્વારા એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે.

ગુજરાત બોર્ડ દ્વારા આ વખતે પ્રથમ વખત દિવ્યાંગ વિધાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. રાજ્યમાં આ વર્ષે ગુજરાત બોર્ડના ધોરણ 10 ના 9,07,175 વિદ્યાર્થી, ધો.12 સાયન્સના 1,19,263 વિધાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 15,27,724 વિધાર્થીઓ પરીક્ષા આપશે.ધોરણ 10 માં 1006 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10માં 3243 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થી કરતા એક કલાક વધુ અપાશે. આ વર્ષે 5070 દિવ્યાંગ વિધાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય રીતે અત્યાર સુધી પરીક્ષામાં 3 કલાકનો સમય આપવામાં આવે છે. પરંતુ, આ વર્ષથી પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. એટલે કે દિવ્યાંગ વિધાર્થીઓને 60 મિનિટનો સમય વધારે આપવામાં આવશે.

Most Popular

To Top