Vadodara

વડોદરામાંથી ફરી પશુ તસ્કરી ઝડપાઈ, 32 પશુ બચાવાયા

ડીસાથી પશુઓ ભરી સુરતના કતલખાને જતો ટ્રક ઝડપાયો
વડોદરા: વડોદરા જિલ્લામાંથી ફરી એક વખત પશુ તસ્કરીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ડીસા તરફથી પશુઓ ભરીને સુરતના કતલખાને લઈ જવાતો ટ્રક પકડી પાડવામાં આવતા પ્રાણી ક્રૂરતા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિલ્લી–મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સતર્ક કાર્યકરોએ ટ્રકને અટકાવી તપાસ કરતાં તેમાં અમાનવીય રીતે ભરાયેલા કુલ ૩૨ પશુઓ મળી આવ્યા હતા. પશુઓને બિનકાયદેસર રીતે પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવતા તમામ જીવોને બચાવી લેવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીમાં વારંવાર પશુ તસ્કરીના ગુનાઓમાં ઝડપાતા રીઢા આરોપી સહિત બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રક તથા પશુ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ દ્વારા આરોપીઓ સામે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ તથા અન્ય લાગુ પડતા કાયદા મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશુ તસ્કરીના વધતા બનાવોને લઈ પોલીસ અને સામાજિક સંસ્થાઓની સંયુક્ત સતર્કતાથી વધુ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ પર બ્રેક લાગ્યો હોવાનું જણાવાયું છે.

Most Popular

To Top