Gujarat

અમદાવાદના ઘીકાંટામાં મકાન પડી જતાં મહિલાનું મોત

અમદાવાદ : અમદાવાદના ઘીકાંટાના નવતાડની પોળમાં એક જર્જરીત મકાન ધરાસાઈ થતાં ત્રણ લોકો દટાયા હતા. જેમાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે બેને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના ઘીકાટા નવતાડની પોળમાં એક મકાન અચાનક ઘરાશય થતા મકાનમાં રહેતા ત્રણ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક બચાવ રાહત કામગીરી કરી એક વૃદ્ધ મહિલા સહિત ત્રણ લોકોને રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમ્યાન વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે સ્થાનિક લોકો ના જણાવ્યા પ્રમાણે અહીં ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી હતી, જેને કારણે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામને કારણે કંમ્પન થવાથી મકાનની દીવાલ ધસી પડી હતી.

Most Popular

To Top