ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી શાળાઓ દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 5મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. આ પરીક્ષા માટેના પરીક્ષાર્થીઓના પ્રવેશપત્રો હોલ ટિકિટ 27 જાન્યુઆરી 2026થી બોર્ડની વેબસાઈટ પર શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર, નોંધાયેલો મોબાઈલ નંબર અથવા તો ઇમેલ આઇડી દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે
હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના ફેબ્રુઆરી-26ના પરીક્ષાના આવેદનપત્રો મુજબ વિષય- માધ્યમની ખરાઈ કરી પરીક્ષાર્થીની સહીસ પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી, તેમજ નિયત જગ્યાએ આચાર્યના સિક્કા કરી પરીક્ષાર્થીઓને આપવાની રહેશે.