એક સાથે ત્રણ એજન્સીને કોન્ટ્રાકટ આપવાનો નિર્ણય,200 ગાર્ડ સુરક્ષા માટે તૈનાત રહેશે
એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સીમિત કરાશે તેમજ એઆઈ કેમેરા લગાવવાની વિચારણા


( પ્રતિનિધિ )વડોદરા,તા.27
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વધી રહેલા મારામારીના બનાવો, બહારના તત્વોની અવરજવર તેમજ છેડતીની ઘટનાઓ બાદ હવે સત્તાધીશોએ પ્રથમ વખત એક સાથે ત્રણ સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાનો મોટો નિર્ણય લીધો છે.
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને હવે સત્તાધીશો ગંભીર બન્યા છે. યુનિવર્સિટીમાં વધતી જતી મારામારી અને છેડતીની ઘટના બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ મોટો નિર્ણય લીધો છે. જેમાં પહેલીવાર ફેબ્રુઆરીથી યુનિવર્સિટીમાં નવો કોન્ટ્રાક્ટ અમલમાં મુકાશે અને પહેલીવાર યુનિવર્સિટીમાં એકસાથે ત્રણ સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થતા હોય છે અને અસામાજિક તત્વો યુનિવર્સિટીમાં ઘુસીને ગુંડાગર્દી કરવામાં આવે છે. જેના કારણે વિશ્વસ્તરે યુનિવર્સિટીનું નામ બદનામ થતું હોય છે. પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ત્રણ એજન્સીને હાયર કરશે અને 200 જેટલા ગાર્ડ સિક્યુરિટી સુરક્ષા માટે યુનિવર્સિટીમાં ફરજ બજાવશે. જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા વધારશે. પરંતુ આવનારા સમયમાં તેઓ એઆઈ ટેકનોલોજી અપનાવશે. એઆઈ એક સારી ટેકનોલોજી છે. વિશ્વસ્તરે જ્યારે પરિવર્તન આવતું હોય ત્યારે યુનિવર્સિટીમાં પણ આવવું જોઈએ. પરંતુ, એઆઈ ટેકનોલોજી આવશે, તો મુલાકાતિઓ પણ યુનિવર્સિટીમાં આવતા હોય છે અને અમુક એવા વિદ્યાર્થીઓ જે ડિપ્લોમા કોર્સિસ કરે છે. અમુક યુપીએસસી જીપીએસસી ની તૈયારીઓ કરે છે. જે માત્ર લાઇબ્રેરી કાર્ડ પર આવી લાઇબ્રેરીમાં બેસી ભણે છે, તેવા વિદ્યાર્થીઓ માટે પણ એક પ્રશ્નાર્થ ચિન્હ છે. કારણ કે તેમની પાસે યુનિવર્સિટીનું આઇકાર્ડ જ નથી. જ્યારે ફિઝિકલી આઈકાર્ડની વાત કરવામાં આવે તો અત્યાર સુધી આપવામાં આવ્યા નથી. એટલે પહેલા આઇકાર્ડ આપે એના પછીની આ બધી સુરક્ષાઓ છે એ પ્રોવાઇડ કરે. અત્રે મહત્વની બાબત છે કે, યુનિવર્સિટીમાં 200 જેટલા જવાનો સુરક્ષા કરશે યુનિવર્સિટીના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પણ સીમિત કરાશે તેમજ યુનિવર્સિટીમાં એઆઈ કેમેરા નાખવાની સત્તાધીશોની વિચારણા છે. પણ પહેલા લાગેલા સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં છે, તો તેની યુનિવર્સિટી માવજત કરશે ખરી તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.