ઈકો કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
વડોદરાના ગોત્રી વિસ્તારનો પરિવાર અસ્થિ વિસર્જન કરવા જતો હતો, સદનશીબે પરિવારનો ચમત્કારિક રીતે બચાવ
પ્રતિનિધિ), વડોદરા. તા.27
ડભોઈ પાસે આવેલી થરવાસા ચોકડી નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડોદરાના ગોત્રી વિસ્તારથી ચાણોદ ખાતે અસ્થિ વિસર્જન કરવા જઈ રહેલી એક ઈકો કાર GJ 06 LS 2817 ને અકસ્માત નડ્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે અને કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ડભોઈની થરવાસા ચોકડી પાસે ઈકો ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી ઈકો કાર રોડ સાઈડમાં આવેલા વીજ પોલ (થાંભલા) સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે તેમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ ડભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક હળવો કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.