( પ્રતિનિધિ )વડોદરા,તા.24
નોકરી ઉપરથી કાઢી મૂકવાની અદાવતમાં પૂર્વ કર્મચારીએ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી મોટરસાયકલની ચોરી કરી હતી. જે ચોરી કરેલી મોટરસાયકલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ક્રિકેટ ગ્રાઉન્ડના સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડી ચોરીની મોટર સાયકલ કબ્જે કરી હતી.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ અજબડી મિલ ત્રણ રસ્તા પાસેથી આજવારોડ સાંઈવિલામાં રહેતા 52 વર્ષીય હિતેન્દ્ર પરમારને શંકાસ્પદ મોટરસાયકલ સાથે અટકાયત કરી હતી. જે મોટરસાયકલ બાબતે પેપર આધાર પુરાવા રજુ નહીં કરતા તેની ઝીણવટ ભરી પૂછપરછ કરતા આ મોટરસાયકલ તેણે બે મહિના પહેલા પોતાને મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિક્યુરિટી ગાર્ડની નોકરીમાંથી કાઢી મુકતા જેની અદાવત રાખીને શુક્રવારે વહેલી સવારે મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ બહાર પાર્ક કરેલ મોટર સાયકલોમાંથી એક હોન્ડા સિટી વોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેને આધારે ક્રાઈમ બ્રાન્ચ ટીમને ચોરીની મોટરસાયકલ કબજે કરી હિતેન્દ્ર પરમારની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.