Gujarat

અમદાવાદ એરપોર્ટ ઉપર હાઈ એલર્ટ

અમદાવાદ : 26 જાન્યુઆરીને પગલે અમદાવાદ એરપોર્ટને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે. જેના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થાને કારણે એરપોર્ટ ઉપર પ્રવાસીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેથી પ્રવાસીઓએ ત્રણ કલાક વહેલા પહોંચી જવાનું રહેશે. આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર છે. સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે.

તેવામાં એરપોર્ટ ઉપર નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ એરપોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જેના પગલે ફ્લાઈટમાં જતા પ્રવાસીઓએ વિમાની મથકે ત્રણ કલાક પહેલા પહોંચી જવાનું રહેશે. પ્રવાસીઓનું લગેજ ખાસ કરીને હેન્ડ લગેજ બે વખત ચેકિંગ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોવાને કારણે પ્રવાસીઓને એરપોર્ટ ઉપર વહેલા પહોંચી જવા સલાહ આપવામાં આવી છે. આ નવી એડવાઈઝરીનો અમલ 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

Most Popular

To Top