Vadodara

ખટંબા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં

ધો.1 થી 5માં 49 વિદ્યાર્થીઓના અભ્યાસાર્થે માત્ર એકજ શિક્ષક

ગામના સરપંચની વિદ્યા સહાયકની નિમણુંક કરવા સાથે બીજા બે થી ચાર ઓરડા બનાવવા માંગ

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ખટંબા પ્રાથમિક શાળામાં બપોરની પાળીમાં ધોરણ 1 થી 5 સુધીના કુલ 49 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે માત્ર એક જ શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે. જે અંગે શિક્ષણ સમિતિમાં વારંવાર માંગણી અને રજૂઆતો કરવા છતાં પણ વધારાના શિક્ષકો આપવામાં આવતા નથી. જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલતા અંધેર વહીવટમાં બાળકોના અભ્યાસ પર અસર વર્તાઈ રહી છે. એક જ શિક્ષકને ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને બધા વિષયો ભણાવવા પડે છે. જેના કારણે શિક્ષકની બાળકોને શીખવાના અધિકારને અસર કરી રહ્યા છે. એક શિક્ષકે 49 વિદ્યાર્થીઓને બધા ધોરણનું શિક્ષણ આપવું યોગ્ય છે તેવા સવાલ ઉઠ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોની નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો છે. આ મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારી પાસે તાત્કાલિક વધારાના શિક્ષકની માંગણી ઉઠી છે. ત્યારે, બીજી તરફ વાલીઓ પણ સ્થિતિને લઈને ચિંતિત છે. વાલીઓની રજૂઆત બાદ ખટંબા ગામના સરપંચ નિલેશ વાળંદે શિક્ષણ સમિતિ સામે નારાજગી દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સ્કૂલ પહેલા જર્જરીત હતી. છ વર્ષથી આની પાછળ હું પડ્યો હતો પણ બાય બાય ચારણી કરતા કરતા હાલમાં બનાવી, તો માત્ર બે જ ઓરડા બનાવેલા છે અને તેની અંદર એક થી પાંચ ધોરણ અને એક જ શિક્ષક છે અને એ શિક્ષકને વારંવાર જે સરકારી બીએલઓ સહિતની કામગીરી આપવામાં આવે છે એમાં અમારા બાળકો શું ભણશે. અમારા બાળકો જે ભણતા નથી, એનું કારણ એ જ છે જે સરકારી સ્કૂલો છે તેને એવા બધા નિયમો આપેલા છે. જે શિક્ષણ સમિતિએ વડોદરા શિક્ષણ સમિતિમાંજ આવતી શાળાઓ છે. એની માટેજ નિયમ છે.સંખ્યા નથી એટલે શિક્ષક નથી. અહીં જે બાળકો છે એ અહીંથી આટલું જ ભણી શકે છે અને મધ્યમ ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ સમિતિને ભણાવા જ નથી. એટલે આ રીતનું એમનું અને એમના નિયમો ખરાબ છે. શિક્ષક ના હોય તો વિદ્યા સહાયક આપે એમને જવાબદારી સોંપવામાં આવે તો અહીંયા બાળકોને સારું ભણતર મળે અને અમારા બાળકો સારું ભણે એના માટે મારી રજૂઆત છે. સાથે બીજા બેથી ચાર ઓરડા આપે અને એક થી આઠ ધોરણ સુધીની અમારી સ્કૂલ ચાલે તેમજ એવો કોઈ નિયમ ન લગાવે. જ્યારે મકાન બને એટલે સારું શિક્ષણ હશે તો ભણતર મળશે અને સંખ્યા પણ વધવાની છે એટલે અમને સારો શિક્ષક જોઈએ, વિદ્યા શિક્ષક ના હોય તો અમને વિદ્યા સહાયક આપે એવી અમારી માંગણી છે.

60 થી વધુ સંખ્યા હોયતો ત્રીજો શિક્ષક મળે :

બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીનો અભ્યાસ ચાલે છે. 49 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. બે શિક્ષકો હાલ કાર્યરત છે. એક આચાર્ય અને એક શિક્ષક છે. નિયમ જે પ્રકારનો છે કે 60 જેટલી સંખ્યા હોય તો ત્રીજો શિક્ષક મળે એક સરકારી નિયમ છે હાલમાં સ્માર્ટ ટીવી આવ્યું છે. એનો ઉપયોગ કરી અને બીજા ધોરણ વાળાઓને ભણાવીએ. જે સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરે છે. બીજા વિદ્યાર્થીઓને અમે પ્રવૃત્તિઓમાં કરાવીએ છીએ હજી એક શિક્ષક વધુ મળે તો સારું રહે. : મધુબેન, આચાર્ય

Most Popular

To Top