તાન્ઝાનિયાના પ્રમુખ જોહન મગુફુલીનું રહસ્યમય સંયોગોમાં મરણ થયું છે. કદાચ કોરોનાને કૌભાંડ ગણાવવા બદલ તેમની હત્યા કરવામાં આવી છે. જોહન મગુફુલી ક્યાં હશે એ વિશે અલગ અલગ પ્રકારની અટકળો થઈ રહી હતી. ત્યાંના વિપક્ષે તો પ્રમુખને કોરોના થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. વિપક્ષે કહ્યું હતું કે કોરોનાને કારણે પ્રમુખને ભારતની કે પછી કેન્યાની કોઈ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જોહન મગુફુલી આફ્રિકાના એક એવા રાષ્ટ્રપ્રમુખ હતા, જે કોરોનાના અસ્તિત્વને સ્વીકારતા નહોતા. થોડા સમય પહેલાં એમણે બકરી, મોટર ઑઈલ, પપૈયાં, એક પક્ષી અને ફણસનાં સૅમ્પલ કોરોનાની ટેસ્ટ માટે મોકલાવેલાં.
આ સૅમ્પલ કોનાં છે એનો કોઈ ફોડ એમણે પાડ્યો નહોતો. આમાંથી ચાર સૅમ્પલની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી હતી, જ્યારે એક સૅમ્પલની ટેસ્ટનો કોઈ રિપોર્ટ આવ્યો નહોતો. ટેસ્ટના રિઝલ્ટ બાદ એમણે ટેસ્ટિંગ કિટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને આ કિટના ઉત્પાદન અને એના ઉદગમ વિશે તપાસના આદેશો આપ્યા હતા. ભૂતકાળમાં એમણે કોરોનાની રસી વિશે પણ સવાલો ઉઠાવેલા. એમણે તાન્ઝાનિયામાં કોરોનાની રસીના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકેલો. કોરોનાની રસી બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓ દેશની ચૂંટાયેલી સરકારોને પણ ઉથલાવી દેવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વમાં વેક્સિનનો અબજો ડોલરનો કારોબાર છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ વિશ્વનું મોટામાં મોટું સ્થાપિત હિત બની ગઈ છે. તાન્ઝાનિયાના પ્રમુખે તેમનો વિરોધ કર્યો હોવાની સજા ભોગવવી પડી હોય તેવી સંભાવના છે. વિશ્વની તમામ સરકારો માટે આ ઘટના ચેતવણી સમાન છે.
પશ્ચિમનાં પ્રસારમાધ્યમો જોહન મગુફુલીને વિજ્ઞાન વિરોધી ગણાવતાં કહેતા હતા કે લોકોને ગમે એવા તુક્કા લાગુ કરવામાં તેઓ નિપુણ છે. જો કે તેઓ તાન્ઝાનિયાનાં લોકોનાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા નહોતા આપતા એવું કહેવું બરાબર નથી. વાસ્તવમાં મગુફુલી લોકોનાં સ્વાસ્થ્યને અગ્રક્રમ આપવા માટે જાણીતા હતા. 2015ની ચૂંટણી જીત્યા બાદ હૉસ્પિટલોને ફન્ડિંગ મળી રહે એ માટે એમણે સરકારી કર્મચારીઓના વેતનમાં કાપ મૂક્યો હતો. પોતાનું વેતન પણ ઓછું કર્યું હતું. 2015માં એમણે દેશના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પણ રદ કરી હતી અને એના જે પૈસા બચ્યા એનો ઉપયોગ કોલેરા વિરોધી ઝુંબેશ માટે કર્યો હતો. લોકોનું સ્વાસ્થ્ય એમની સરકારની શરૂઆતથી પ્રાથમિકતા રહી હતી. આને લીધે એમના શાસન કાળમાં દર વર્ષે તાન્ઝાનિયાનાં લોકોની આયુમર્યાદા વધી હતી.
વિદેશી સંબંધો વિશેની કાઉન્સિલે તાજેતરમાં એક લેખ છાપ્યો હતો અને એમાં જણાવવામાં આવ્યું હતું કે તાન્ઝાનિયાના પ્રમુખે એમની તમામ સત્તા ખોઈ નાખી છે અને પક્ષમાંના કોઈ વરિષ્ઠ નેતાએ એમનું સ્થાન ગ્રહણ કરી પરિસ્થિતિને યુ-ટર્ન આપવાની જરૂર છે. આ લખાણનો મતલબ શું છે એ કોઈને સમજાવવાની જરૂર નહોતી. કોરોના કાળમાં કોઈ આફ્રિકન પ્રમુખના આવા હાલ થયા હોય એવો આ કંઈ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે કોરોનાના વિરોધી બુરુન્ડીના પ્રમુખ પિયરે નકુરુનઝીઝાએ વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમને દેશ છોડવાનો આદેશ આપેલો. એ બાદ એમનું અચાનક હાર્ટઍટેકને કારણે અવસાન થઈ ગયું હતું. એમના અનુગામીએ તરત જ કોરોનાસંબંધી બધા નિર્ણયો બદલી નાખ્યા હતા અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમને દેશમાં પાછા આવવાનું પણ આમંત્રણ આપ્યું હતું.
તાન્ઝાનિયાના પ્રમુખ જોહન મગુફુલીના શાસનના શરૂઆતના કાળમાં પશ્ચિમનાં માધ્યમો છૂટથી એમની પ્રશંસા કરતાં હતાં. અમેરિકી અબજોપતિ ઈન્વેસ્ટર જ્યોર્જ સારોસની ટીમે પણ જોહન મગુફુલીના સુધારાવાદી પગલાંની વાહ વાહ કરી હતી અને બીજાં આફ્રિકી રાષ્ટ્રોને એમનાં પગલાંનું અનુકરણ કરવાની સલાહ આપી હતી. જો કે જોહન મગુફુલીએ કોરોનાના અસ્તિત્વને સ્વીકારવાનો ઈનકાર કર્યો એ સાથે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને એમના વિરુદ્ધમાં પ્રસાર-પ્રચાર શરૂ થયો હતો. ઑક્ટોબર, 2020માં એ ફરીથી ચૂંટાઈ આવ્યા કે તરત જ પશ્ચિમનાં માધ્યમોએ એમના પર ચૂંટણીમાં ગરબડ કરવાનો આરોપ મૂક્યો હતો. આ જ પ્રસાર માધ્યમોએ ભૂતકાળમાં એમની લોકપ્રિયતા 96 ટકા હોવાના પણ અહેવાલો છાપેલા. નવા વર્ષમાં તો એમના વિરુદ્ધનો પ્રચાર એકદમ વધી ગયો હતો. અમેરિકાએ તાન્ઝાનિયાના સરકારી અધિકારીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. ચૂંટણીમાં ગરબડ કરવામાં આવી હોવાથી આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે એવું કહેવામાં આવ્યું હતું પણ વાસ્તવિક કારણ તો કોવિડ-19ને ન સ્વીકારવાનું એમનું વલણ હતું. ગયા મહિને ધી ગાર્ડિયન અખબારે એક લેખ છાપેલો, જેનું શીર્ષક હતું ‘તાન્ઝાનિયાના રસીવિરોધી પ્રમુખને બદલવાનો સમય આવી ગયો છે.’
ધી ગાર્ડિયનના લેખમાં બકરી, પપૈયાં અને મોટર ઑઈલનાં સૅમ્પલની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી એનો કોઈ ઉલ્લેખ પણ નહોતો. લેખના અંતમાં જણાવવામાં આવ્યું હતું કે એક તરફ કોરોનાની મહામારી અને વાઈરસનું નવું સ્વરૂપ હાહાકાર મચાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ જોહન મગુફુલી રસી વિરોધી જૂથને ઉત્તેજન આપી રહ્યા છે. એમનો સીધો અને ખુલ્લી રીતે સામનો કરવાની જરૂર છે. લેખના લેખકે જોહન મગુફુલીનો સીધી અને ખુલ્લી રીતે સામનો કેવી રીતે કરવો એનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. જો કે લેખનો વાસ્તવિક ઉદ્દેશ્ય કંઈ બીજો હતો. લેખમાં એમને ખલનાયક ચિતરવામાં આવ્યા હતા. કંઈક કરવાની જરૂર છે એનો મતલબ શું? આ લેખ ગાર્ડિયનના ગ્લોબલ ડેવલપમેન્ટ વિભાગમાં છપાયો હતો અને આ વિભાગના સ્પૉન્સર બિલ ઍન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન છે. આ સ્પૉન્સર્ડ લેખ છપાયો એનાં બે અઠવાડિયાંની અંદર પ્રમુખ જોહન મગુફુલીનું ભેદી સંયોગોમાં મરણ થયું હતું.