ઝાલોદમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો, પ્રશ્નોના ઉકેલથી અરજદારો સંતોષમાં
ગુજરાત મિત્ર ન્યુઝ, ઝાલોદ
ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન ઝાલોદ મામલતદાર કચેરીમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા રવિરાજસિંહ જાડેજા, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી હતી.

આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન ઝાલોદ તાલુકાના કુલ 05 અરજદારોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ દરેક અરજદારની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ લાવ્યું હતું.

અરજદારોના વિવિધ પ્રશ્નોનો ઝડપી અને અસરકારક ઉકેલ મળતા અરજદારોએ સરકારના સ્વાગત કાર્યક્રમ માટે સંતોષ વ્યક્ત કર્યો હતો તથા સરકારનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આજે એકસાથે તાલુકા સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વર્ગ-૧ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝાલોદના આ કાર્યક્રમમાં પણ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ |