ગાંધીનગર: ઉત્તરીયથી ઉત્તર પૂર્વીય પવનની અસર હેઠળ રાજ્યમાં આજે અચાનક ઠંડીનો પારો 2થી 4 ડિગ્રી નીચે ઉતરી ગયો હતો. જેના પગલે સૌરાષ્ટ્રમાં ઠંડી વધી જવા પામી છે. ખાસ કરીને આજે કેશોદમાં 10 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. જો કે એક સપ્તાહ સુધી આમ જ ઠંડીનો ચમકારો રહેશે, તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો નીચે ઉતરી ગયો હતો. રાજ્યમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 15 ડિ.સે., નલિયામાં 11 ડિ.સે., કંડલા પોર્ટ પર 15 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 11 ડિ.સે., અમરેલીમાં 12 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે., રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગદરમા 15 ડિ.સે., મહુવામાં 13 ડિ.સે., કેશોદમાં 10 ડિ.સે., અમદાવાદમાં 13 ડિ.સે., ડીસામાં 12 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 14 ડિ.સે., વડોદરામાં 12 ડિ.સે., સુરતમાં 15 ડિ.સે. અને દમણમાં 15 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાયું છે.