ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવાના 7 જુદી જુદી ભરતી પરીક્ષાઓ માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.
જીપીએસસીના જણાવ્યા મુજબ અધિક્ષક વિજિલન્સ ઓફિસર વર્ગ ૩ની ભરતી પરીક્ષા 28 જાન્યુઆરીના રોજ લેવાના છે. જેનો કોલ લેટર આજે 20 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. જ્યારે અન્ય જુદી જુદી છ પરીક્ષા માટેના કોલલેટર ફેબ્રુઆરી મહિનાની અલગ અલગ તારીખે ડાઉનલોડ કરી શકાશે. જેમાં રહસ્ય સચિવ વર્ગ-૨ પરીક્ષાનો કોલ લેટર તા. 6 ફેબ્રુઆરી 2026, દંતસર્જનની પરીક્ષા માટે તા. 7 ફેબ્રુઆરી 2026, નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર પરીક્ષા માટે તા. 11 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રવેશ પત્ર- કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.