Vadodara

વીજ કનેક્શન કાપી મીટર લઈ જનાર કર્મચારીઓને ગાહકે ચાકુ બતાવી મારી નાખવાની ધમકી આપી

પાણીગેટ વિસ્તારમાં રાજાનાણી તળાવ વિસ્તારમાં એમજીવીસીએલની કચેરી પર આવી ઉધમ મચાવ્યો

વડોદરા તા.19
પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજરાણી તળાવ પાસે રહેતા ગ્રાહકે ચાર મહિનાથી રૂપિયા 11 વીજ બિલ ભર્યું ન હતું. જેના કારણે જીઈબીના કર્મચારીઓ તેમનું વીજ કનેક્શન કાપી મીટર લઈ ગયા હતા. દરમિયાન રોસે ભરાયેલો ગ્રાહક સબ ડિવિઝનની વીજ કચેરી ખાતે પહોંચી ગયો હતો અને કર્મચારીઓને ગાળો બોલવા સાથે તમને હું ઓળખું છું બહાર નીકળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી લાઈન મેને ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતાં દશ્વતભાઇ અબ્બાસભાઈ શેખ પાણીગેટ રાજારાણી તળાવ પાસે આવેલા જી.ઈ.બી. સબ ડીવિઝન ઓફીસમા છેલ્લા 22 વર્ષથી લાઈનમેન તરીકે નોકરે કરે છે.19 જાન્યુઆરીના રોજ અધિકારી તરફથી વીજ બીલ બાકી હોય તેમને વીજ બીલ ભરવા જાણ કરવી અને વીજ બીલ ના ભરે તો બીજા દિવસે વીજ કનેક્શન કાપવાની સાથે મીટર કાઢી લાવવાની સુચના મળી હતી. જેથી સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ પાણીગેટ જીઈબી સબ ડીવીઝનમાથી ઈંચાર્જ નાયબ ઇજનેર પંકજ એમ. પાટીલે ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ સંદિપભાઈ જયંતીભાઈ રાણા તથા રામસીંગભાઈ રાઠોડને રાજારાણી તળાવ જીઈબીની બાજુનો વિભાગ ફાળવ્યો હતો અને જેમના વીજ બીલ ભરેલ ન હોય તેઓના કનેક્શન કાપી નાખવા તેવી સૂચના આપી હતી.
જેના આધારે આ વીજ કર્મચારીઓ ગ્રાહક સૈયદખાન નિઝામખાન પઠાણના ઘરે જઈને તપાસ કરી હતી ત્યારે આ ગ્રાહકે છેલ્લા ચાર માસથી અનિયમીત બિલ ભરતા હોય તથા તેઓનુ રૂપિયા 11312 બીલ બાકી હોય તેમને જાણ કરાઈ હોવા છતાં તેઓ બિલ ભર્યું ન હતું. લાઈનમેન સહિતના કર્મચારી સવારના દસેક વાગ્યાની આસપાસ તેઓનુ મીટર કાપીને પાણીગેટ જીઈબી ઓફીસ લઈને આવ્યા હતા.
દરમિયાન બપોરના ત્રણેક વાગ્યા આસપાસ જીઈબી કચેરિ
પર બધા કર્મચારી હાજર હતા. ગ્રાહક સૈયદખાન ઉર્ફે રાજુ પઠાણ જીઈબી ઓફીસ પર આવ્યો હતો અને મીટર કાપવા બાબતે ત્યા હાજર જીઈબી ના કર્મચારીઓને બિભત્સ ગંદી ગાળો આપવા સાથે તેણે બધાને ઓળખુ છુ તમે બહાર આવો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. થોડી જ વારમાં ગ્રાહક ચાકુ હાથમા ચપ્પુ લઈને આવ્યો હતો અને ત્યા બહાર ઉભો રહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. દરમિયાન તેની બહેન જુબેદા મલેક ત્યા આવી ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગી હતી. જેથી સરકારી કર્મચારીને ધમકી આપવા બદલ પોલીસે ભાઈ બહેન વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top