ગાંધીનગર : પ્રદેશ ભાજપના નવા સંગઠનની જાહેરાત બાદ આજે પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ સંગઠનમાં વધુ નવી નિમણૂકોની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ ભાજપની કારોબારીમાં 79 સભ્યો તથા આમંત્રિત સભ્યોમાં 26 જેટલા પ્રદેશના સીનીયર અગ્રણીઓને સમાવવામાં આવ્યા છે.
પ્રદેશ કારોબારીમાં સુરત સિટીના દર્શનાબેન જરદોશ , નિરંજન ઝાંઝમેરા, રાજુ પ્રિયદર્શી, દામજીભાઈ માવાણી, વિનય શુકલ , કરશન ગોંડલીયા, હેમાલીબેન બોઘાવાલા, ડૉ જગદીશ પટેલ (બલર), સુરત જિલ્લાના અર્જુન ચૌધરી , નવસારીના અમીતાબેન પટેલ અને શિતલબેન સોની , નર્મદા જિલ્લાના હર્ષદ વસાવા અને શબ્દશરણ તડવી , તાપીના રાજેન્દ્ર કુંવર , ભરૂચના મારૂતિસિંહ અટોદરિયા, ડાંગના દશરથ પવારનો સમાવેશ થાય છે. જયારે પ્રદેશ આમંત્રિત સભ્યોમાં વજુભાઈ વાળા, રાજેન્દ્રસિંહ રાણા, પરષોત્તમ રૂપાલા, આર સી ફળદુ , નીતિન પટેલ (પૂર્વ ડે સીએમ) , ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સુરેન્દ્ર પટેલ (કાકા) ગોરધન ઝડફિયા, પ્રદિપસિંહ જાડેજા, આઈ કે જાડેજા, દિલીપ સંઘાણી, નરહરી અમીન , રમીલાબેન બારા , ભરતસિંહ પરમાર અને જયસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.