પ્રદેશ કારોબારી અને વિશેષ આમંત્રિત સભ્યોની જાહેરાત
કારોબારી સભ્યો તરીકે વડોદરા શહેરમાંથી સીમાબેન મોહિલે, પરાક્રમસિંહ જાડેજા, સત્યેન કુબાલલકર, ભરત ડાંગર, સતીશ પટેલ ( છાણી) અને જિલ્લામાંથી કલ્પના પટેલ અને ધર્મેશ પંડ્યાનો સમાવેશ

વડોદરા: ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ થઈ છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ભાજપ ગુજરાત પ્રદેશ કારોબારી સહિતના સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે.




કારોબારી સભ્યો તરીકે વડોદરા શહેરમાંથી સીમાબેન મોહિલે, પરાક્રમસિંહ જાડેજા, સત્યેન કુબાલલકર, ભરત ડાંગર, સતીશ પટેલ ( છાણી) અને જિલ્લામાંથી કલ્પના પટેલ અને ધર્મેશ પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમંત્રિત સભ્ય તરીકે વડોદરાથી કોઈનો સમાવેશ થયો નથી.
ડૉ. પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ તથા પ્રદેશ હોદ્દેદારો સહિત કુલ 106 સભ્યોની પ્રદેશ કારોબારી રચાય છે. અગાઉની પ્રદેશ હોદ્દેદારોની આગલી જાહેરાત કરવામાં આવી ચૂકી છે અને હવે પ્રદેશ કારોબારીમાં બાકી રહેલા સભ્યોની સંગઠનાત્મક નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પ્રક્રિયા અંતર્ગત પ્રદેશ કારોબારીના સભ્યો ઉપરાંત પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ તમામ નિમણૂકો ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી પ્રદેશ કારોબારી અને વિશેષ આમંત્રિત સભ્યોની જાહેરાતથી સંગઠનને નવી દિશા અને ગતિ મળશે. આવનારા સમયમાં ચૂંટણી અને સંગઠનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિમણૂકો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ભાજપ પ્રદેશ સંગઠનમાં થનારી આ ફેરફારો અને નિમણૂકો પર રાજકીય વર્તુળોમાં પણ નજર મંડાઈ છે.