20 જિલ્લાના 250 ખેલાડીઓએ ભાગ લીધો



( પ્રતિનિધિ )વડોદરા,તા.18
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના સંદેશ સાથે રમતો અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપતી 8મી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ગેમ્સ–2026 નું ભવ્ય આયોજન એમએસ યુનિવર્સિટી ના પેવેલિયન ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન માસ્ટર્સ ગેમ્સ એસોસિયેશન ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના 20 જિલ્લાઓમાંથી અંદાજે 250 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, ખેલાડીઓએ રનિંગ, ગોળાફેંક, ભાલાફેંક, લાંબી કૂદ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી. ખાસ વાત એ રહી કે આ સ્પર્ધામાં 30 વર્ષથી લઈને 90 વર્ષ સુધીના ખેલાડીઓએ ભાગ લઈને રમતગમત પ્રત્યે પોતાની લગન અને ઉત્સાહનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્પર્ધા બાદ ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.