ટ્રાફિક પોલીસ દ્વારા રફતાર પર અંકુશ ક્યારે લાવવામાં આવશે


(પ્રતિનિધિ), વડોદરા. તા.18
વડોદરા શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજ રોજ શહેરના અટલાદરા વિસ્તારમાં સર્જાયો અકસ્માત. અટલાદરા વિસ્તારમાં આવેલા વેરાઈ માતાના મંદિર પાસે એક છોટા હાથી ટેમ્પો ચાલકે એક બાળકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત. સદનશીબે બાળકને સામાન્ય ઇજા પહોંચી હોય તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ અટલાદરા પોલીસ ને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સવાલ એ છે કે વડોદરા શહેરમાં વારંવાર સર્જાય રહેલા અકસ્માતોના બનાવ પર લગામ ક્યારે લાગશે. ટ્રાફિક પોલીસ ની કામગીરી પર પણ લોકો સવાલ કરી રહ્યા છે.