સોમા તળાવ ચાર રસ્તા નજીક આવેલા વુડા આવાસમાં બનાવ
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા નજીક આવેલા વુડા આવાસમાં યુવાને અગમ્ય કારણસર અંતિમ પગલું ભરી લીધું હતું. યુવકના મોતથી પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આશરે 25 વર્ષીય મોસીન હુસેન મિયા રંગવાલાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને નીચે ઉતાર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી કોઈ નોટ મળી આવી નથી અને આત્મહત્યાના ચોક્કસ કારણ અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી. આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પોલીસે પરિવારજનો તથા આસપાસના લોકોના નિવેદનો નોંધવા સાથે આગળની તપાસ હાથધરી હતી.