ગોરવા વિસ્તારમાં નિર્માણ પામેલા છાત્રાલયનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન થવાનું હતું
પ્રતિનિધિ વડોદરા તા.17
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રવિવારનો વડોદરાનો પ્રવાસ કેન્સલ કરવામાં આવ્યો છે. ગોરવા વિસ્તારમાં છાત્રાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેવાના હતા.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા ગોરવા વિસ્તારમાં આધુનિક સુવિધા સાથેનું નૂતન કન્યા છાત્રાલય અને વર્કિંગ વુમન હોસ્ટેલ તેમજ કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના લોકાર્પણ સમારોહ કાર્યક્રમનું રવિવારના રોજ સાંજના ચાર વાગ્યાના અરસામાં આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપવાના હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ઉદ્ઘાટન કાર્યક્રમ સંપન થાય તેના માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ મુખ્યમંત્રી હવે આ કાર્યક્રમમાં હાજર રહેશે નહીં. પ્રવાસ રદ થવાનું કોઈ સત્તાવાર કારણ દર્શાવાયું નથી.