
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા એરપોર્ટે ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં બીજો ક્રમ મેળવ્યો છે. વડોદરા એરપોર્ટે 2025-26 ના વર્ષ માટે ગ્રાહક સંતોષ સર્વેક્ષણ રાઉન્ડ 2 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન હાંસલ કર્યું છે. જે સમાન શ્રેણીના 58 AAI એરપોર્ટ પર હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા એરપોર્ટે ઓલ ઈન્ડિયા લેવલે બીજો ક્રમ મેળવ્યો છે. 5 માંથી 4.98 નો પ્રભાવશાળી સ્કોર મેળવ્યો હતો. જે મુસાફરોના સંતોષના ઉચ્ચ સ્તરને દર્શાવે છે. રાજ્યમાં, વડોદરા એરપોર્ટ ગુજરાતના તમામ AAI એરપોર્ટમાં નંબર 1 ક્રમે છે. ઓલ-ઇન્ડિયા રેન્કિંગમાં, ખજુરાહો, ભોપાલ અને ઔરંગાબાદ એરપોર્ટને સંયુક્ત રીતે નંબર 1 જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 4.99 નો નજીવો વધારે સ્કોર હતો. જે વડોદરાથી માત્ર 0.01 પોઈન્ટ આગળ હતો. આ સિદ્ધિ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, એરલાઈન્સ, CISF અને વડોદરા એરપોર્ટ પર કાર્યરત તમામ એજન્સીઓની ટીમના ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવા અને એકંદર મુસાફરોના અનુભવને વધારવાના સતત પ્રયાસોને પ્રકાશિત કરે છે. નોંધનીય છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ દરમિયાન બે વખત મુસાફરોના અભિપ્રાય ના આધારે કસ્ટમર સેટીફેક્શન અને પર્ફોર્મન્સ સર્વે હાથ ધરવામાં આવે છે. આ સર્વેમાં મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ સ્વચ્છતા સુરક્ષા ચેક ઇન વ્યવસ્થા સ્ટાફનો વ્યવહાર સહિત અલગ અલગ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.