Vadodara

વડોદરા: પથ્થરગેટ પાસેની ઇમારતમાં આગ લાગતા અફરાતફરી,ફાયર ફાઈટરો ઘટનાસ્થળે

(પ્રતિનિધિ), વડોદરા. તા.13

વડોદરા શહેરના મધ્યમાં આવેલ પથ્થરગેટ વિસ્તારમાં આજે એક આગનો બનાવ બન્યો છે. અહીં આવેલી એક ઇમારત ના 4 માળ પર અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાંકડી ગલીઓ અને ભીડભાડવાળો વિસ્તાર હોવા છતાં ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. સાથે ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગ કયા કારણોસર લાગી એ દિશામાં તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top