અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસને પૂરો કરી અમદાવાદ એરપોર્ટ ખાતેથી નવી દિલ્હી જવા રવાના થયા હતા.
એરપોર્ટ પર વડાપ્રધાનને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોએ ભાવસભર વિદાય આપી હતી.આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, એર માર્શલ તેજેન્દ્ર સિંઘ, અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી કે. એલ એન. રાવ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જલવંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાનને વિદાય આપી હતી.